કોરોના પર રાહતઃ 66 દિવસોમાં સૌથી ઓછા 86,498 નવા કેસ, 24 કલાકમાં 2123ના મોત
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં 63 દિવસો બાદ મંગળવારે( જૂન) દૈનિક આંકડાઓમાં એક લાખથી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 86,49 નવા કેસ સામે આવ્યા છે જે 66 દિવસોમાં સૌથી ઓછા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 2123 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 1,82,282 લોકો કોવિડ-19થી રિકવર થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,51,309 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 13,03,702 છે. 24 કલાકમાં સક્રિય કેસમાં 97,907નો ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણના જણાવ્યા મુજબ દેશમાં હાલમાં કુલ ડિસ્ચાર્જ કેસોની સંખ્યા 2,73,41,462 થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 2,89,96,473 થઈ ચૂકી છે. વળી, દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 23,61,98,726 છે. છેલ્લા 24 કલાકમાં 33,64,476 વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
