For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 12-15 વર્ષના બાળકોને લાગશે કોરોનાની રસી

કોરોનાની વેક્સીન આજથી 12 વર્ષથી લઈને 15 વર્ષના બાળકોને લગાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાની વેક્સીન આજથી 12 વર્ષથી લઈને 15 વર્ષના બાળકોને લગાવવામાં આવશે. શરુઆતમાં આ માત્ર સરકારી રસીકરણ સંસ્થામાં જ લગાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યુ કે જ્યારે બાયોલૉજિકલ ઈ કંપની વેક્સીનના ભાવ નક્કી કરી લેશે તો ત્યારબાદ આ વેક્સીનને પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ લગાવવાની શરુઆત થશે જેવુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયોટેક સાથે થયુ. ભાવ નક્કી થઈ ગયા બાદ પ્રાઈવેટ હોસ્પિટલ પણ આ વેક્સીનને ખરીદી શકે છે અને પોતાને ત્યાં રસીકરણની શરુઆત કરી શકે છે.

children

રસીકરણ પર ટેકનિકલ સલાહકાર સમૂહ(NTAGI) ના કોવિડ-19 વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડૉ.એનકે અરોરાએ કહ્યુ કે પ્રાથમિક રીતે કૉમરેડિટીવાળા બાળકોનુ રસીકરણ કરવાનુ હતુ પરંતુ આવા બાળકોના ડેટાની અનુપલબ્ધતાના કારણે અમે 12-15 વય જૂથના બધા બાળકો માટે રસીકરણ ખોલવાનો નિર્ણય કર્યો છે. અરોરાએ એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ, 'લગભગ ત્રણ મહિના પહેલા, એનટીએજીઆઈની સ્થાયી ટેકનિકલ પેટા સમિતિ(એસટીએસસી)ની બેઠક થઈ હતી જ્યાં અમે સૂચન આપ્યા હતા કે 2-18 વય જૂથના બધા બાળકો માટે રસીકરણને કૉમરેડિડિટીને જોતા ખોલવા જોઈએ.'

તેમણે કહ્યુ કે શરુઆતમાં અમે 15-18 વય જૂથથી શરુઆત કરી કારણકે આ વયજૂથમાં સૌથી વધુ મોત જોવામાં આવી પરંતુ 12-15 વય જૂથ પણ ગંભીર બિમારીથી પીડિત છે માટે તેમનુ રસીકરણ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કૉમરેડિડિટીવાલા બાળકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા જેવા મુદ્દાએ પર વાત કરીને અરોરાએ કહ્યુ કે નિર્ણય એસટીએસસી અને વૈશ્વિક ભલામણોના આધારે વધુ એક પ્રોગ્રામેટિક(લૉજિસ્ટિક) દ્રષ્ટિકોણથી પણ લેવામાં આવ્યો હતો.

બાળકોના રસીકરણની મંજૂરી આપવા માટે વૈજ્ઞાનિક પુરાવાની કમીના દાવાને ફગાવીને અરોરાએ કહ્યુ કે નિર્ણય પૂરતા વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે અને વૈશ્વિક સંગઠન(ડબ્લ્યુએચઓ) અને રસીકરણ પર વિશેષજ્ઞોના રણનીતિક સલાહકાર સમૂહ(એસએજીઈ)ની ભલામણોને અનુરુપ છે. તેમણે કહ્યુ કે એ ખૂબ મહત્વપૂર્ણ છે કે દેશ કોવિડ-19 સામે રસીકરણ કાર્યક્રમને યથાસંભવ તીવ્રતાથી ચાલુ રાખે. આ નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા અને ડબ્લ્યુએચઓ અને SAGEની ભલામણોને અનુરુપ છે.

English summary
Coronavirus Vaccination for 12-15 year of kids begin today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X