For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીન પર મોટા સમાચારઃ પૂનાવાલા જણાવ્યુ ક્યારે અને કેટલી કિંમતે મળશે વેક્સીન

અદાર પૂનાવાલાએ જણાવ્યુ છે કે દેશમાં સામાન્ય લોકોને વેક્સીન ક્યારથી અને કેટલી કિંમતમાં મળવી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ એક વાર ફરીથી જોર પકડી રહ્યુ છે. કોરોના વાયરસના સૌથી વધુ કેસ દિલ્લીમાં છે જ્યાં છેલ્લા 2 સપ્તાહમાં અચાનક સંક્રમણના દૈનિક કેસ ઝડપથી વધ્યા છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 45,882 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 584 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ઑક્સફૉર્ડ કોરોના વાયરસ વેક્સીન વિશે મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં અદાર પૂનાવાલાએ જણાવ્યુ છે કે દેશમાં સામાન્ય લોકોને વેક્સીન ક્યારથી અને કેટલી કિંમતમાં મળવી શરૂ થશે.

corona

હિંદુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ 2020માં વેક્સીન વિશે વાત કરતા અદાર પૂનાવાલાએ જણાવ્યુ, 'મારુ માનવુ છે કે આરોગ્યકર્મીઓ અને વૃદ્ધ લોકો માટે ઑક્સફૉર્ડ કોરોના વાયરસ વેક્સીન ફેબ્રુઆરી 2021 સુધી ઉપલબ્ધ થઈ જવી જોઈએ. આ ઉપરાંત એપ્રિલ 2021 સુધી આ વેક્સીન સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થઈ જશે. લોકો માટે આ વેક્સીનનો જરૂરી બે ડોઝની કિંમત મહત્તમ 1000 રૂપિયા હશે. જો કે આ બધુ અંતિમ તબક્કાના ટ્રાયલના પરિણામો અને સરકાર પાસેથી મળનાર અપ્રૂવલ પર નિર્ભર કરશે. આશા છે કે વર્ષ 2024 સુધી દરેક ભારતીયને આ વેક્સીન મળી જશે.'

સાડા ત્રણ વર્ષની બાળકીનો રેપ કરી બોરીમાં ફેંકી દેનારને ફાંસીસાડા ત્રણ વર્ષની બાળકીનો રેપ કરી બોરીમાં ફેંકી દેનારને ફાંસી

English summary
Coronavirus Vaccine big news: Know when and how much rupees coronavirus vaccine will Be available according to Adar Poonawala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X