For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોને લાગશે વેક્સીન, કોને નહિ, કેન્દ્રએ રાજ્યોને મોકલી DOs અને Don'tsની લિસ્ટ

બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી રસીકરણ અંગે દિશા-નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

Centre Govt Sends Rulebook To States over vaccination: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એક દિવસ બાદ 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વાયરસ વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન હશે. આને જોતા બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી દિશા-નિર્દેશ આપ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી શું કરવુ અને શું ન કરવુ(dos and don'ts vaccination)વિશે જણાવ્યુ છે. શનિવાર(16 જાન્યુઆરી) થનારા વેક્સીન રોલઆઉટ(Vaccine Rollout)માં દેશભરમાં 3,006 સાઈટો પર 3 લાખ આરોગ્ય કર્મચારીઓના શામેલ કરવાની આશા છે. દરેક કેન્દ્ર પર 100 લાભાર્થીઓનુ રસીકરણ હશે.

corona vaccine

કોરોના રસીકરણ શરૂ કરતા પહેલા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનનો પૂરતો ડોઝ પણ મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ભારત સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીની 1.65 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને બંને વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીન(Serum Institute's Covishield and Bharat Biotech's Covaxin) માટે એક વ્યાપક ફેક્ટ શીટ મોકલી છે. આ DOs અને Don'ts વાળા દસ્તાવેજમાં વેક્સીન રોલઆઉટ, ફિઝિકલ સ્પેસિફિકેશન, ડોઝ, કોલ્ડ ચેઈન સ્ટોરેજની જરૂરિયાત વિશે બધી માહિતી આપવામાં આવી છે.

સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીન વિશે આપ્યો આ નિર્દેશ

  • કોરોના વેક્સીન માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ લાગશે.
  • જે મહિલાઓ ગર્ભવતી છે અને જે પોતાની ગર્ભાવસ્થા માટે સુનિશ્ચિત નથી તેમણે પણ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં નહિ આવે.
  • સ્તનપાન કરાવતી મહિલાઓને પણ વેક્સીન લગાવવામાં નહિ આવે.
  • જો કોઈ વ્યક્તિને કોઈ અન્ય બિમારીની વેક્સીન પણ લગાવવાની હોય તો કોરોના વેક્સીન લગાવવા વચ્ચે 14 દિવસનુ અંતર હોવુ જોઈએ.
  • સરકારે સ્પષ્ટ કર્યુ છે કે પહેલો ડોઝ જે વેક્સીનો લાગશે, બીજો પણ એ જ વેક્સીનનો લાગશે.
  • ઈન્ટરચેન્જ કરવાના આદેશ નથી.
  • જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેને કોરોના વેક્સીન રિકવર થયાના 4થી 8 સપ્તાહ બાદ લાગશે.
  • વળી, જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય બિમારીથી ગ્રસિત હોય તો તેનુ રસીકરણ પણ રિકવર થયાના 4થી 8 સપ્તાહ બાદ હશે.
  • જો કોરોનાથી પહેલા સંક્રમિત થઈ ચૂક્યા હોય કે જેમને ઘણી ગંભીર બિમારીઓ(કાર્ડિયાક, ન્યૂરોલૉજિકલ, પલમોનરી, મેટાબૉલિક, એચઆઈવી) હોય, તેને વેક્સીન આપી શકાય છે.
  • કોરોના વેક્સીનનો પહેલો ડોઝ જેમને ઑનફ્લેકિટીક કે એલર્જી રિએક્શન થયુ હોય, તેને વેક્સીન આપવાની નથી.

18 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ગુરુ અસ્ત, શુભ કાર્યો બંધ18 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ગુરુ અસ્ત, શુભ કાર્યો બંધ

English summary
coronavirus Vaccine: Centre sends all states of DOs and DON'Ts ahead of vaccination drive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X