For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષક અને સ્ટાફ માટે વેક્સીન લગાવવી અનિવાર્ય, ન માને તો હંમેશા માટે થઈ જશે છુટ્ટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના સતત ઘટી રહેલા કેસો વચ્ચે રાજધાની દિલ્લીમાં સામાન્ય ગતિવિધિઓ પણ વધી ગઈ છે. આ ક્રમમાં બુધવારે નર્સરીથી 8માં સુધીની સ્કૂલ ખોલવાનુ એલાન કરવામાં આવ્યુ. કોરોના સંકટમાંથી જલ્દી છૂટકારો મેળવવા માટે રાજધાની યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ પણ લીધો નથી. શિક્ષા નિર્દેશાલયે હવે એવા શિક્ષકો પર ગાળિયો કસ્યો છે જેમણે હજુ સુધી વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી.

teachers

શિક્ષા નિર્દેશાલયે સંબંધિત અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે કે જે શિક્ષકો અને સ્કૂલ કર્મચારીઓએ રસી ન લગાવી હોય તેમને 15 ઓક્ટોબર સુધી રસી લાગી જવી જોઈએ. જો તેમ છતાં પણ તેમને રસી ન લગાવી તો તેમને સ્કૂલમાં આવવાની અનુમતિ નહી આપવામાં આવે અને તેમની અનુપસ્થિતિને તેમનુ રાજીનામુ માનવામાં આવશે.

ધોરણ 9થી 12 સુધીની સ્કૂલ ખોલ્યાને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. એવામાં બાળકો, શિક્ષકો અને સ્ટાફનુ મળવુ પણ સામાન્ય વાત છે. 18 વર્ષથી વધુ વયના બાળકોને પણ કોવિડ વેક્સીનનો ડોઝ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. હવે સ્કૂલ સ્ટાફ અને ટીચર્સ માટે વેક્સીનના બંને ડોઝ લેવા અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ(ડીડીએમએ)એ તબક્કાવાર રીતે 1 નવેમ્બરથી ફરીથી નર્સરીથી ધોરણ 8 સુધીની સ્કૂલોને ફરીથી ખોલવાનુ એલાન કર્યુ છે. ડીડીએમએ તરફથી બુધવારે કોરોના પ્રોટોકૉલનુ પાલન કરીને સ્કૂલોને ફરીથી ખોલવાને લઈને એક નોટિફિકેશન જાહેર કર્યુ છે.

English summary
Coronavirus vaccine is mandatory for Delhi school teachers and staff to get the by October 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X