દેશને આ મહિનાના અંત સુધીમાં મળશે રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-V
વેક્સીનની કમીથી આ મહિનાના અંત સુધીમાં એક રાહતના સમાચાર મળી શકે છે.
નવી દિલ્લીઃ દેશમાં વધતા કોરોના વાયરસ સંક્રમણ સાથે વેક્સીનની કમી પણ સતત ચાલુ છે. વેક્સીનની કમીથી આ મહિનાના અંત સુધીમાં એક રાહતના સમાચાર મળી શકે છે. આ મહિનાના અંત સુધી બજારમાં રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-v પણ ઉપલબ્ધ થઈ જશે. આ વેક્સીનના ઉપયોગને મંજૂરી મળ્યા બાદ સ્પૂતનિકની પહેલી ખેપ પણ ભારત પહોંચી ચૂકી છે.

રશિયામાં તૈયાર કરવામાં આવેલી સ્પૂતનિક-v માટે ઘણા રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલો હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબ્ઝ સાથે સંપર્કમાં છે. ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ ભારતમાં રશિયાની કોવિડ વેક્સીન સ્પૂતનિકની માર્કેટિંગ ફર્મ છે. એવામાં રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો વેક્સીનના ભાવો, ઉપલબ્ધતા અને્ અન્ય મામલે ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ સાથે વાત કરી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે આ મહિનાના અંત સુધી રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને આ વેક્સીન મળી જશે.
રશિયાથી ભારતને મળશે સ્પૂતનિકનો એક કરોડ 80 લાખ ડોઝ
રશિયાથી સ્પૂતનિક-vની પહેલી ખેપ એક મે સુધી ભારત પહોંચી છે. આ ખેપ હૈદરાબાદ પહોંચી છે જેમાં વેક્સીનનો 15 લાખ ડોઝ છે. સ્પૂતનિકનો 15 લાખ ડોઝ આ મહિના ભારત આવી જશે. ભારતને સ્પૂતનિક-vનો કુલ 1 કરોડ 80 લાખ ડોઝ મળવાનો છે. મેમાં 30 લાખ ડોઝ બાદ જૂનમાં 50 લાખ ડોઝ આવશે. વળી, બાકીનો એક કરોડ ડોઝ જુલાઈમાં ભારત આવશે.
રશિયાની સ્પૂતનિક-vને ભારતે ઈમરજન્સી ઉપયોગ માટે એપ્રિલમાં મંજૂરી આપી હતી. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ દેશમાં કોરોના વાયરસ સામે રશિયાની સ્પૂતનિક-vની વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. દેશમાં ઉપયોગમાં લેવાનાર સ્પૂતનિક-v ત્રીજી વેક્સીન હશે. અત્યાર સુધી ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈનસ્ટીટ્યુટનમાં બની રહેલ કોવિશીલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
