For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર 150 રૂપિયામાં જ ખરીદશે વેક્સીન, રાજ્યો પાસેથી નહિ લેવામાં આવે કોઈ ચાર્જઃ આરોગ્ય મંત્રાલય

કેન્દ્ર સરકાર દ્વારા જે વેક્સીન ખરીદવામાં આવી રહી છે તે રાજ્ય સરકારને નિઃશુલ્ક આપવામાં આવતી રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે વેક્સીન ખરીદવામાં આવી રહી છે તે રાજ્ય સરકારને નિઃશુલ્ક આપવામાં આવતી રહેશે. મંત્રાલયે કહ્યુ કે કેન્દ્ર સરકાર કોરોના વાયરસની બંને વેક્સીન માટે 150 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવતા રહેશે પરંતુ રાજ્ય સરકારો પાસેથી કોરોના વેક્સીન માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહિ આવે અને તેમને વેક્સીન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી રહેશે.

covid

આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ એલાન કર્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેક્સીનના નવા ઑર્ડર માટે હવેથી 400 રૂપિયા અદા કરવા પડશે. તેમણે કહ્યુ હતુ કે હવે વેક્સીનની પ્રભાવકારિતા સિદ્ધ થઈ ચૂકી છે અને આ હવે કોરોના વાયરસ પર કામ કરી રહી છે. માટે હવે નવા ઑર્ડર જૂની કિંમતના બદલે નવી કિંમતે મળશે. તમને જણાવી દઈએ કે વેક્સીનની જૂની કિંમત 150 રૂપિયા હતી.

પૂનાવાલાના આ નિવેદન પર સ્પષ્ટીકરણ આપીને શનિવારે આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે કેન્દ્ર 150 રૂપિયામાં જ વેક્સીન ખરીદશે અને રાજ્યોને તે મફતમાં આપવામાં આવશે. વળી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાનને વિસ્તાર આપીને કેન્દ્રએ ઘોષણા કરી કે વેક્સીન નિર્માતા ખુલ્લા બજાર અને રાજ્યોમાં પોતાની રસીને વેચી શકે છે અને ખાનગી હોસ્પિટલોમાં સીધી રીતે વેક્સીન નિર્માતાઓ પાસેથી વેક્સીન માત્ર કેન્દ્ર સરકાર ખરીદી રહી હતી અને પછી તેમને રાજ્ય સરકારોને પહોંચાડી રહી હતી. પરંતુ હવે રાજ્ય વેક્સીન નિર્માતાઓ પાસેથી ડાયરેક્ટ વેક્સીન ખરીદી શકે છે.

મે મહિનામાં કોરોનાથી ભારતમાં રોજ થશે 5000થી વધુ મોતઃ રિસર્ચમે મહિનામાં કોરોનાથી ભારતમાં રોજ થશે 5000થી વધુ મોતઃ રિસર્ચ

સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલા દ્વારા વેક્સીનના નવા ભાવ જાહેર કરવા પર ઘણા વિપક્ષી દળોએ આ વિશે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આના પર સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે વેક્સીનના નવા ઑર્ડર માટે સરકારે 400 રૂપિયા અદા કરવા પડશે આ કિંમત અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સરકાર દ્વારા વેક્સીન માટે અદા કરવામાં આવી રહેલી કિંમત ઘણી વધુ છે. વળી, આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ભારત સરકાર 150 રૂપિયામાં જ વેક્સીન ખરીદી શકશે અને રાજ્યોને તેને મફતમાં આપવામાં આવશે.

English summary
Coronavirus vaccine will be free for states, central government will buy vaccine for 150 rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X