For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવેલા 15 પર્યટકોમાં મળ્યો કોરોનાવાયરસ, AIIMSએ પુષ્ટિ કરી

ભારત આવેલા 15 પર્યટકોમાં મળ્યો કોરોનાવાયરસ, AIIMSએ પુષ્ટિ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત આવેલ ઈટલીના 15 પર્યટકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ઑલ ઈન્ડિયા મેડિકલ સાયન્સ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ બધા પ્રવાસીઓને નવી દિલ્હી સ્થિત આઈટીબીપીના છાવલા કેમ્પમાં રાખવમાં આવ્યા છે. ઈટલીના કુલ 21 પર્યટકોના ટેસ્ટ થયા છે અને આઈટીબીપીની ક્વારટાઈન ફેસિલિટીમાં 15ને રાખવામાં આવ્યા છે. આ તમામ ટૂરિસ્ટને મંગળવારે બપોરથી જ આઈસોલેશન વોર્ડમાં રાખ્યા છે. ભારતમાં બેંગ્લોરમાં કોરોના વાયરસનો એક સંદિગ્ધ મળ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ સાઉદી અરબથી પરત ફર્યો હતો.

Coronavirus

ભારતે વીજા કેન્સલ કર્યા

ઈટલીના જે પર્યટકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે તે બધા રાજસ્થાનમાં હતા. બેંગ્લોરના એક વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ મળ્યા છે. જણાવવામા આવી રહ્યું છે કે આ આ શખ્સ સાઉદી અરબથી પરત ફર્યો છે. ભારતમાં વધી રહેલ કેસ બાદ દેશભરમાં ડરનો માહોલ છે. ભારતે સાઉથ કોરિયા, જાપાન, ઈટલી, ચીન અને ઈરાનથી આવતા લોકોના વીજા કેન્સલ કરી દીધા છે. અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના જીવ લેનાર આ વાયરસના ભારતમાં કેસ મળ્યા બાદ પીએમ મોદીએ પણ લોકોને ના ડરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ મંગળવારે એક બાદ એક કેટલાય ટ્વીટ્સ કર્યા અને લખ્યું, ડરવાની જરૂરત નથી. અમે બધા જ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, આપણી સુરક્ષા માટે આપણે મહત્વના પગલાં ભરશું. પીએમ મોદીએ આની સાથે જ ગ્રાફિક પણ શેર કર્યા છે જેની મદદથી તમે તમારી સુરક્ષા કરી શકો છો. પીએમ મોદી દેશભરમાં કોરોના વાયરસના હાલાતો વિશે જાણવા માટે સતત મીટિંગ્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ચીનમાં 2981 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં પણ આ વાયરસે નવ લોકોના જીવ લીધા છે.

Coronavirus: કોરોના વાયરસથી બચવા શું કરવુ અને શું ન કરવુ, જાણો અહીંCoronavirus: કોરોના વાયરસથી બચવા શું કરવુ અને શું ન કરવુ, જાણો અહીં

English summary
Coronavirus was found in 15 tourists from India, AIIMS confirmed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X