ભ્રષ્ટાચાર લોકતંત્ર માટે ખતરોઃ રાષ્ટ્રપતિ

pranab-mukharjee
નવી દિલ્હી, 6 એપ્રિલઃ ભ્રષ્ટાચારને લઇને દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગંભીરતા દર્શાવી છે. રાષ્ટ્રપતિએ શનિવારે નવી દિલ્હી ખાતે કહ્યું કે, દેશમાં પ્રવર્તી રહેલો ભ્રષ્ટાચાર દેશના લોકતંત્ર માટે એક ખતરા સમાન છે. તેમણે કહ્યું કે ખરાબ ગવર્નન્સની જડ, આપણી બદલાવ પ્રત્યેની સુસ્તી સાથે જોડાયેલી છે.

તેમણે કહ્યું કે, સારું શાસન, આપણું અડગ લક્ષ્ય હોવું જોઇએ, આપણે કાયદાના શાસનના ક્રિયાન્વયનમાં સુધારા લાવવા જોઇએ અને એક સહમતિ ભર્યો દૃષ્ટિકોણ અપનાવવો જોઇએ.

રાષ્ટ્રપતિ, કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઇ)ની સ્વર્ણ જંયતિના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ત્યાં તપાસ એજન્સીના અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા એ સમયે ઉક્ત વાત કહી હતી.

પ્રણવ મુખરજીએ અધિકારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે, ભ્રષ્ટાચાર આપણા દેસના લોકતાંત્રિક તાણા-બાણા માટે એક મોટો ખતરો છે અને શાસનનો અભાવ સમાજમાં વ્યાપ્ત અક્ષમતાઓની ઝડ છે. પ્રણવ મુખરજીએ કહ્યું કે એક સજાગ પોલીસ અને તપાસ એજન્સી એ સુનિશ્ચિત કરી શકે છે કે કોઇ પણ ગુન્હો આચરનાર દંડિત થવાની ના બચે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X