For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા અને રાહુલને સમન્સ, 7 ઑગસ્ટે હાજર થવાના આદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની એક કોર્ટે સમન પાઠવ્યું છે. નેશનલ હેરાલ્ડ અખબાર કેસમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેશ નેશનલ હેરાલ્ડ અખબારના કબ્જા સાથે જોડાયેલ છે. સ્વામીનો આરોપ છે કે કોંગ્રેસના રૂપિયાથી નેશનલ હેરાલ્ડને એક નવી કંપની બનાવીને ખરીદવામાં આવી.

કોંગ્રેસે માન્યુ હતું કે તેણે એક કંપનીને લોન આપી હતી, પરંતુ તે એક ભાવાત્મક નિર્ણય હતો કારણ કે નેશનલ હેરાલ્ડની સ્થાપના પંડિત નેહરૂએ કરી હતી. કોર્ટે તેમને છેતરપિંડીની ધારાઓ હેઠળ સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસે આને ભાવનાત્મ મુદ્દો ગણાવીને દલિલ કરી હતી કે જ્યારે લોનના બદલામાં વ્યાજ લીધું જ નથી તો વ્યાવસાયિક હિતનો સવાલ શા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે.

લોન આપવાનો ઉદ્દેશ એસોસિએટેડ જર્નલ્સ સાથે જોડાયેલ 700 કર્મચારીઓને બેરોજગાર થવાથી બચાવવાનું હતું. નેશનલ હેરાલ્ડનો પાયો જવાહરલાલ નેહરુએ આઝાદીની લડાઇને શક્તિ મળે એના માટે નાખ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું કે નેશનલ હેરાલ્ડને બચાવવું તેનો રાજનૈતિક ધર્મ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બંનેને 7 ઓગસ્ટના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર સમન્સ વિરુદ્ધ હવે કોંગ્રેસ હાઇકોર્ટ જશે.

રાહુલ અને સોનિયા પર શું છે સ્વામીના આરોપો...

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

નેશનલ હેરાલ્ડ અખબારની પ્રકાશન કંપનીના અધિગ્રહણ પર સવાલ.

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

કોંગ્રેસ પર એસોસિએટેડ જર્નલ્સને 90 કરોડ રૂપિયાની લોક આપવાનો આરોપ છે.

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

સોનિયા અને રાહુલે યંગ ઇન્ડિયન નામથી કંપની બનાવી છે.

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

સોનિયા રાહુલના નામે યંગ ઇન્ડિયાના 38 ટકા-38 ટકા શેર છે.

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

યંગ ઇન્ડિયને એસોસિયેટેડ જર્નલ્સનું અધિગ્રહણ કર્યું.

સ્વામીના આરોપો

સ્વામીના આરોપો

ડીલ બાદ દિલ્હીના હેરાલ્ડ હાઉસથી ભાડા દ્વારા કમાણી કરવાનો આરોપ છે.

English summary
In a major setback for Congress President Sonia Gandhi and Vice President Rahul Gandhi, a magistrate court in Delhi summoned them in connection with a corruption case filed by BJP leader Subramanian Swamy. The court summoned the Gandhis on Aug 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X