• search

PM મનમોહન સિંહના ડાઘ ધોઇ શકશે સંજય બારુનું પુસ્તક?

By Bhumishi

લોકસભા ચૂંટણી 2014નો અંતિમ તબક્કો બાકી રહ્યો છે. 12 મેના મતદાન બાદ સૌને 16 મેના ચૂંટણી પરિણામો પર નજર રહેશે. આવા સમયમાં વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તકે ધમાલ મચાવી છે. 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મીનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ' પુસ્તક વિશે બારુનો દાવો છે કે 'આ પુસ્તક ભારતીય રાજકારણમાં અનોખા પ્રયોગનું વિશ્લેષણ છે. એક એવો પ્રયોગ જે પ્રથમ પાંચ વર્ષ સફળ રહ્યો અને બાકીના પાંચ વર્ષ નિષ્ફળ રહ્યો.'

સ્પષ્ટ રીતે નિષ્ફળતાની વાત આવે ત્યારે તેની જવાબદારી સરકારના વડાપ્રધાનના શિરે આવતી હોય છે. યુપીએ સરકારના વડાપ્રધાન આમ પણ નિષ્ફળતાને કારણે લાંછિત થયા છે. વર્ષ 2004થી 2009 સુધી સરકાર સારી રીતે ચલાવવાનો શ્રેય તો મનમોહનને ના મળી શક્યો પણ 2009થી 2014માં થયેલા અને બહાર આવેલા યુપીએ સરકારના કૌભાંડોનું ઠીકરું વડાપ્રધાન મનમોહન સિંહના શિરે જ ફોડવામાં આવ્યું છે.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડ હોય કે કોલસા કૌભાંડ સંડોવણીનો રેલો વડાપ્રધાન હોવાને કારણે મનમોહન સિંહના પગ સુધી પહોંચ્યો છે. જેના કારણે તેમની એક બૌદ્ધિક હોવાની સ્વચ્છ છબી કુંઠિત થઇ છે. તેમની સ્વચ્છ રાજકારણી તરીકેની છબીને યુપીએ સરકારે ડાઘદાર બનાવી છે. આ બદનામીનો કીચડ ઉછાળવામાં સૌથી આગળ કોંગ્રેસની આગેવાની કરતો ગાંધી પરિવાર રહ્યો છે. પ્રત્યક્ષ કે અપરોક્ષ રીતે પક્ષના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગરિમાને સાચવવા જતા વડાપ્રધાન કમને ઉપાધી વહોરી છે.

મનમોહનને બેદાગ છબી પાછી મળશે?

મનમોહનને બેદાગ છબી પાછી મળશે?

આવા સમયે સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મીનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'માં કરવામાં આવેલા ખુલાસાઓ, રાજકારણની અંદર ખેલાતા રાજકારણની ખોલેલી પોલને કારણે શું વડાપ્રધાન મનમોહન સિંહ પર રહેલા દબાણ, તેમની મજબૂરીઓને નાગરિકો સમક્ષ સ્પષ્ટ કરીને મનમોહન સિંહની સ્વચ્છ અને બેદાગ છબી પાછી લાવી શકાશે ખરી?

મનમોહન ઇતિહાસ બની જશે?

મનમોહન ઇતિહાસ બની જશે?

માત્ર સંજય બારુના જ મિત્રો નહીં પરંતુ દેશના અનેક લોકો એમ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની આંધીની ઝપટમાં યુપીએ સરકાર એવી ઉડી જવાની છે કે મનમોહન સિંહ તો શું કોંગ્રેસનું નામ લોકો ભૂલી જશે.

આ કૌભાંડોથી મનમોહનની છબી દાગદાર

આ કૌભાંડોથી મનમોહનની છબી દાગદાર

વડાપ્રધાન મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 એમ 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. આટલા વર્ષોમાં તેમની સરકાર 2જી સ્કેમ, કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ, ઓઇલ કૌભાંડ, મનરોગા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કેશ ફોર વોટ કૌભાંડ, કોલસા કૌભાંડ વગેરેને કારણે કલંકિત બની છે.

ચિઠ્ઠીના ચાકર હોવાથી બેસહાય

ચિઠ્ઠીના ચાકર હોવાથી બેસહાય

બારુએ લખેલા પુસ્તકમાં ઘટસ્ફોટ કરાયો છે કે મનમોહન સિંહ તો માત્ર ચિઠ્ઠીના ચાકર હતા. મનમોહન સિંહને ટાંકીને કહેવાયું છે કે મનમોહન સિંહ તો માત્ર ચિઠ્ઠીના ચાકર હતા. "બે સત્તા કેન્દ્રોવાળી પદ્ધતિ ચાલી શકતી નથી આથી તેમણી(PM)એ સ્વીકારી લીધું કે સત્તાનું કેન્દ્ર પાર્ટી પ્રમુખ (સોનિયા ગાંધી) પાસે છે." લોકો આ વાત જાણતા થાય તો મનમોહન સિંહને માફ કરી દેશે?

મેડમ સોનિયા યે તૂને ક્યા કિયા?

મેડમ સોનિયા યે તૂને ક્યા કિયા?

પુસ્તકમાં કહેવાયું છે કે સોનિયાના ખાસ ગણાતા લોકો મનમોહનની દરકાર કરતા ન હતા અને તેમને ગાંઠતા પણ ન હતા. પુસ્‍તકમાં એ બાબતની ચર્ચા છે કે યુપીએ-1 દરમિયાન કઇ રીતે એ.કે.એન્‍ટની અને અર્જુનસિંહ મનમોહન સિંહના કામકાજનો વિરોધ કરતા હતા. એન્‍ટની આંતરિક બેઠકોમાં મનમોહન વિરોધ કરતા અને અર્જુનસિંહ જાહેરમાં આવું કરતા હતા. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે મિત્ર તરીકે એનસીપીના શરદ પવાર મનમોહનના બચાવમાં આગળ આવતા હતા.

મનમોહનને શ્રેય શા માટે નહીં?

મનમોહનને શ્રેય શા માટે નહીં?

પુસ્‍તકમાં એ બાબતનો પણ સંકેત છે કે 2009માં કોંગ્રેસના વિજયના સવાલ પર મનમોહન અને કોંગ્રેસ પક્ષ વચ્‍ચે કેટલીક બાબતોએ મતભેદો હતા. 2008ની આર્થિક કટોકટીમાંથી દેશના અર્થતંત્રને જે રીતે મનમોહને બહાર કાઢયો તેનાથી મતદારો ખુશ હતા અને મતદારોએ ફરીથી કોંગ્રેસને સત્તા આપી પરંતુ સોનિયાની નજીકના લોકોએ મનમોહનને આનો વધુ શ્રેય ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા.

કૌભાંડો સોનિયાના ઇશારે ચાલવા દેવાયા?

કૌભાંડો સોનિયાના ઇશારે ચાલવા દેવાયા?

પુસ્તકમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે મનમોહનસિંહે તેમના બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ અને યૂપીએના બાકી ઘટકદળોની આગળ ઘૂંટણ ટેકવા પડ્યા હતા. એટલી હદે કે બીજી વારની સરકારમાં કેબિનેટની પસંદગીમાં પણ પીએમનું કશું જ નહોતું ચાલ્યું, કેબિનેટના તમામ પ્રધાનોની પસંદગી પણ સોનિયા ગાંધીની ઈચ્છા પ્રમાણે થઈ હતી.

PM તરીકે મનમોહનની ઉજળી બાજુ

PM તરીકે મનમોહનની ઉજળી બાજુ

આર્સેલર મિત્તલમાં PM બન્યા મદદગાર બારુએ જણાવ્યું કે આ પુસ્તક ભારતીય રાજકારણમાં અનોખા પ્રયોગનું વિશ્લેષણ છે. એક એવો પ્રયોગ જે પ્રથમ પાંચ વર્ષ સફળ રહ્યો અને બાકીના પાંચ વર્ષ નિષ્ફળ રહ્યો. બારુએ આ પુસ્તકમાં નથી એવી એક ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે જ્યારે વર્ષ 2007માં આર્સેલર મિત્તલનું અધિગ્રહણ ચાલી રહ્યું હતું ત્યારે વડાપ્રધાને જ મિત્તલ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી.

સોનિયાની નબળાઇ છતી થઇ

સોનિયાની નબળાઇ છતી થઇ

આ પુસ્તકમાં બારુએ દાવો કર્યો છે કે વર્ષ 2004માં સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યા, કારણ કે તેમના સહયોગી દળો પણ ક્યારેય તેમને સ્વીકારતા નહીં, આથી જ તેમણે મનમોહન સિંહને પસંદ કર્યા.

મનમોહનને બેદાગ છબી પાછી મળશે?

આવા સમયે સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મીનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'માં કરવામાં આવેલા ખુલાસાઓ, રાજકારણની અંદર ખેલાતા રાજકારણની ખોલેલી પોલને કારણે શું વડાપ્રધાન મનમોહન સિંહ પર રહેલા દબાણ, તેમની મજબૂરીઓને નાગરિકો સમક્ષ સ્પષ્ટ કરીને મનમોહન સિંહની સ્વચ્છ અને બેદાગ છબી પાછી લાવી શકાશે ખરી?

મનમોહન ઇતિહાસ બની જશે

માત્ર સંજય બારુના જ મિત્રો નહીં પરંતુ દેશના અનેક લોકો એમ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની આંધીની ઝપટમાં યુપીએ સરકાર એવી ઉડી જવાની છે કે મનમોહન સિંહ તો શું કોંગ્રેસનું નામ લોકો ભૂલી જશે.

આ કૌભાંડોથી મનમોહનની છબી દાગદાર

વડાપ્રધાન મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 એમ 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. આટલા વર્ષોમાં તેમની સરકાર 2જી સ્કેમ, કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ, ઓઇલ કૌભાંડ, મનરોગા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કેશ ફોર વોટ કૌભાંડ, કોલસા કૌભાંડ વગેરેને કારણે કલંકિત બની છે.

ચિઠ્ઠીના ચાકર હોવાથી બેસહાય

બારુએ લખેલા પુસ્તકમાં ઘટસ્ફોટ કરાયો છે કે મનમોહન સિંહ તો માત્ર ચિઠ્ઠીના ચાકર હતા. મનમોહન સિંહને ટાંકીને કહેવાયું છે કે મનમોહન સિંહ તો માત્ર ચિઠ્ઠીના ચાકર હતા. "બે સત્તા કેન્દ્રોવાળી પદ્ધતિ ચાલી શકતી નથી આથી તેમણી(PM)એ સ્વીકારી લીધું કે સત્તાનું કેન્દ્ર પાર્ટી પ્રમુખ (સોનિયા ગાંધી) પાસે છે." લોકો આ વાત જાણતા થાય તો મનમોહન સિંહને માફ કરી દેશે?

મેડમ સોનિયા યે તૂને ક્યા કિયા

પુસ્તકમાં કહેવાયું છે કે સોનિયાના ખાસ ગણાતા લોકો મનમોહનની દરકાર કરતા ન હતા અને તેમને ગાંઠતા પણ ન હતા. પુસ્‍તકમાં એ બાબતની ચર્ચા છે કે યુપીએ-1 દરમિયાન કઇ રીતે એ.કે.એન્‍ટની અને અર્જુનસિંહ મનમોહન સિંહના કામકાજનો વિરોધ કરતા હતા. એન્‍ટની આંતરિક બેઠકોમાં મનમોહન વિરોધ કરતા અને અર્જુનસિંહ જાહેરમાં આવું કરતા હતા. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે મિત્ર તરીકે એનસીપીના શરદ પવાર મનમોહનના બચાવમાં આગળ આવતા હતા.

મનમોહનને શ્રેય શા માટે નહીં?

પુસ્‍તકમાં એ બાબતનો પણ સંકેત છે કે 2009માં કોંગ્રેસના વિજયના સવાલ પર મનમોહન અને કોંગ્રેસ પક્ષ વચ્‍ચે કેટલીક બાબતોએ મતભેદો હતા. 2008ની આર્થિક કટોકટીમાંથી દેશના અર્થતંત્રને જે રીતે મનમોહને બહાર કાઢયો તેનાથી મતદારો ખુશ હતા અને મતદારોએ ફરીથી કોંગ્રેસને સત્તા આપી પરંતુ સોનિયાની નજીકના લોકોએ મનમોહનને આનો વધુ શ્રેય ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા.

કૌભાંડો સોનિયાના ઇશારે ચાલવા દેવાયા?

પુસ્તકમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે મનમોહનસિંહે તેમના બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ અને યૂપીએના બાકી ઘટકદળોની આગળ ઘૂંટણ ટેકવા પડ્યા હતા. એટલી હદે કે બીજી વારની સરકારમાં કેબિનેટની પસંદગીમાં પણ પીએમનું કશું જ નહોતું ચાલ્યું, કેબિનેટના તમામ પ્રધાનોની પસંદગી પણ સોનિયા ગાંધીની ઈચ્છા પ્રમાણે થઈ હતી

PM તરીકે મનમોહનની ઉજળી બાજુ

આર્સેલર મિત્તલમાં PM બન્યા મદદગાર બારુએ જણાવ્યું કે આ પુસ્તક ભારતીય રાજકારણમાં અનોખા પ્રયોગનું વિશ્લેષણ છે. એક એવો પ્રયોગ જે પ્રથમ પાંચ વર્ષ સફળ રહ્યો અને બાકીના પાંચ વર્ષ નિષ્ફળ રહ્યો. બારુએ આ પુસ્તકમાં નથી એવી એક ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે જ્યારે વર્ષ 2007માં આર્સેલર મિત્તલનું અધિગ્રહણ ચાલી રહ્યું હતું ત્યારે વડાપ્રધાને જ મિત્તલ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી.

સોનિયાની નબળાઇ છતી થઇ

આ પુસ્તકમાં બારુએ દાવો કર્યો છે કે વર્ષ 2004માં સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યા, કારણ કે તેમના સહયોગી દળો પણ ક્યારેય તેમને સ્વીકારતા નહીં, આથી જ તેમણે મનમોહન સિંહને પસંદ કર્યા.

English summary
Could explanation in Sanjay Baru's book 'The accidental prime minister - the making and unmaking of Manmohan Singh' return back Manmohan Singh's clean Image?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more