For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assembly Election Results Live : ત્રિપુરામાં લેફ્ટ-ભાજપ વચ્ચે ટક્કર

મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં હાલ ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતગણતરી થઇ રહી છે. જાણો આ સમાચાર અંગે વધુ વિગતો અહીં.

|
Google Oneindia Gujarati News

પૂર્વોત્તર ત્રણ રાજ્યો મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં હાલ ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતગણતરી થઇ રહી છે. એક્ઝિટ પોલની માનીએ તો આ ત્રણેય રાજ્યોમાં ભાજપ આ વખતે મોટી તાકાત સાથે બહાર આવી શકે છે. બે એક્ઝિટ પોલે ત્રિપુરામાં ભાજપની સરકાર હોવાની વાત કરી છે. સવારની મતગણતરી સાથે જે પરિણામ આવી રહ્યા છે તે મુજબ નાગાલેન્ડ વિધાનસભામાં સવારે 9 વાગ્યા સુધીમાં ભાજપને 19 અને લેફ્ટને 34 વોટ મળ્યા છે. તમને જણાવી જઇએ કે આ ત્રણેય રાજ્યોમાં લાંબા સમયથી લેફ્ટની સરકાર સત્તાધીન છે. તો બીજી તરફ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઇએમ પાર્ટીને સવારે 9 વાગ્યા સુધીમાં 27 વોટ મળ્યા છે તો ભાજપને 22. નાગાલેન્ડ અને ત્રિપુરામાં સવાર સુધીમાં કોંગ્રેસ પોતાના નામે એક પણ સીટ મેળવી નથી શકી. જો કે મેધાલયમાં કોંગ્રેસ આગળ છે. મેધાલયમાં કોંગ્રેસને સવારે 9 વાગ્યા સુધીમાં 16 સીટો મળી છે અને એનપીપીને 7 તો ભાજપને ખાલી 2 જ સીટો મળી છે.

election

ઉલ્લેખનીય છે કે 2013ની ચૂંટણીમાં પણ અહીં કોંગ્રેસને 29 સીટો મળી હતી. તો નાગાલેન્ડમાં 2013ની ચૂંટણીમાં એનપીએફને 38 અને ત્રિપુરામાં સીપીઆઇએમને 49 સીટો મળી હતી. ચોક્કસથી ભાજપ લાંબા સમયથી પૂર્વોત્તર રાજ્યોમાં પણ કેસરિયો લહેરાય તે માટે પ્રયત્નશીલ છે. સત્તામાં આવવાની સાથે જ તેણે પૂર્વોત્તર રાજ્યો અને તેની વોટ બેંકને પોતાની તરફ આકર્ષણવાનો પ્રયાસ કર્યો હતો.

અને હાલ તેવું મનાય છે કે ભાજપ આ વખતે સત્તારૂઢ પાર્ટીઓને કાંટાની ટક્કર આપશે. વળી મતગણતરીની પૂરી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. મેધાલયના મુખ્ય ચૂંટણી આયુક્ત એફ આર ખારકોન્ગોરે જણાવ્યું કે વોટિંગ દરમિયાન સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે કેન્દ્રીય પેરામિલિટ્રી ફોર્સની 11 કંપનીઓને કામ પર લગાવવામાં આવી છે. ચોક્કસથી આ વાતથી આવનારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પર પણ કેટલાક અંશે અસર થશે. ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની ઇચ્છા રાખનાર ભાજપને આ વખતે પૂર્વોત્તર રાજ્યોમાં કેટલી સીટો મળે છે તે વાતનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. પણ ત્રણેયમાં 59-59 સીટો માટે મતદાન થયું છે.

English summary
The counting of votes for the Assembly elections in three Northeastern states - Meghalaya, Nagaland, and Tripura. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X