For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટને સૉલિસિટર જનરલે જણાવ્યુ, દેશને ઑક્સિજનની તાતી જરૂર

આજે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે દેશને ઑક્સિજનની તાતી જરૂર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. દેશના મોટાભાગના સ્થળોએ સ્થિતિ એ છે કે હોસ્પિટલમાં ઑક્સિજનથી લઈને બેડ સુધી દરેક વસ્તુ માટે મારામારી થઈ રહી છે. કોરોના દર્દીઓ માટે ઑક્સિજનની વ્યવસ્થા નથી થઈ રહી. ઑક્સિજનના અભાવમાં દર્દીઓના શ્વાસ ઉંચા થઈ રહ્યા છે. આ દરમિયાન આજે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે દેશને ઑક્સિજનની તાતી જરૂર છે.

SC

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે ઑક્સિજનનો પુરવઠો અને જરૂરી દવાઓના મુદ્દે સ્વતઃ સંજ્ઞાન લીધુ હતુ. સીજેઆઈ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પીઠે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કોવિડ-19 સામે લડવા માટે નેશનલ પ્લાન વિશે માહિતી આપવા માટે કહ્યુ. હવે અદાલત આ મામલે કાલે એટલે કે શુક્રવારે (23 એપ્રિલ) સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો છે જેમાં ઓક્સિજન અને દવાઓની સપ્લાઈ, વેક્સીન આપવાની પ્રક્રિયા સહિત લૉકડાઉનના મુદ્દે રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે દેશમાં વધતા કોરોના સંકટ અને પછી હોસ્પિટલોમાં ઑક્સિજન સાથે દવાઓની ભારે કમીના કારણે સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે. કોર્ટે ગુરુવારે સ્વતઃ સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી.

ઘણા રાજ્યોએ રોકી દીધો હતો દિલ્લીનો ઑક્સિજન સપ્લાયઃ કેજરીવાલઘણા રાજ્યોએ રોકી દીધો હતો દિલ્લીનો ઑક્સિજન સપ્લાયઃ કેજરીવાલ

English summary
Country dire need oxygen said solicitor general Tushar Mehta to Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X