લો બોલો! Xbox Controller મંગાવ્યું અને Amazon એ મોકલ્યો કોબ્રા

કર્ણાટકના બેંગ્લોરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એમેઝોન પેકેજમાં કોબ્રા જોવા મળ્યો હતો. સાપ પેકેજિંગ ટેપ સાથે અટવાઈ ગયો હતો. કપલે દાવો કર્યો હતો કે તેમને એમેઝોન પેકેજની અંદર એક જીવતો કોબ્રા મળ્યો હતો.

તેમણે ઑનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ પરથી એક્સબૉક્સ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તેમને પેકેજ મળ્યું ત્યારે તે ચોંકી ગયા હતા. પાર્સલ ખોલતા તેમ ને એક સાપ દેખાયો.

cobra

દંપત્તિએ જણાવ્યુ કે અમે બે દિવસ પહેલા અમેઝોન પરથી કેટલાક સામાનનો ઓર્ડર આપ્યો હતો. અમને પેકેજ મળ્યું ત્યારે તેમાં એક જીવતો સાપ પણ હતો. અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને અમે સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી છે. આ ઉપરાંત અમારી સાથે એવા લોકો પણ છે જેમણે આ સમગ્ર ઘટના જોઈ છે.

કપલે કહ્યુ કે તેમને રિફંડ મળી ગયું છે, પરંતુ આ ઘટનાએ તેમનો જીવ જોખમમાં મૂક્યો હતો. અત્યંત ઝેરી સાપ સાથે જીવ જોખમમાં મુકીને અમને શું મળશે? આ એમેઝોનની બેદરકારી છે. આ તેમની બેદરકારી અને તેમની નબળી પરિવહન અને વેરહાઉસિંગ સિસ્ટમ છે. આ સીધો સુરક્ષા ભંગ છે. સુરક્ષામાં આવી ગંભીર ભૂલો માટે જવાબદારી ક્યાં છે? તેઓએ સંપૂર્ણ રિફંડ કર્યું છે, પરંતુ તે સિવાય કોઈ વળતર અથવા સત્તાવાર માફી પ્રાપ્ત થઈ નથી.

સોશિયલ મીડિયા પર એમેઝોનના પેકેજમાં સાપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ડોલની અંદર અડધું ખુલ્લું એમેઝોન પેકેજ રાખવામાં આવ્યું છે. આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર લોકો ઓનલાઈન શોપિંગ કંપની પાસેથી માફીની માંગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X