For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન માટે જાસૂસી કરતું ભારતીય કપલ ઝડપાયું

By Super
|
Google Oneindia Gujarati News

Amritsar
અમૃતસર, 29 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ પંજાબના તાર્ણ તારાણ જિલ્લામાંથી એક મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પંજાબમાં સેલ્સ ટેક્સ વિભાગમાં કામ કરતી હતી. પોલીસને એવી પણ આશંકા છે કે આ મહિલાનું જોડાણ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે પણ હોઇ શકે છે.

શુક્રવારે જ્યારે આ દંપતિની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી ભારતમાં આર્મીના જેટલા સંવેદનશીલ વિસ્તારોના મેપ અને ખાનગી દસ્તાવેજો મળી આવ્યાં હતા, તેમ તાર્ણ તારાણના વરિષ્ઠ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ કમલજીત સિંહ ધિલ્લોને શનિવારે જણાવ્યું છે. સુખપ્રીત કૌર અમૃતસરમાં સેલ્સ ટેક્સ વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે અને તેમના પતિ સુરજપાલ સિંહ સંધારા ગામના છે, જે પાકિસ્તાનના સમ્ગલરના ટચમાં હોવાનો આરોપ છે. આ દંપતિ ફોન પર સમ્ગલર સાથે વાતો કરતા હતા અને કેટલીક શંકાસ્પદ માહિતીઓ તેમને પુરી પાડતા હોવાનું ધિલ્લોને જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે આ દંપતિ અમૃતસર શહેરના આર્મી કેન્ટોમેન્ટ, વાઘા બૉર્ડર સહિત અન્ય મહત્વના આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારોના નકશા સહિતની શંકાસ્પદ માહિતીઓ આપી રહ્યાં હતા. " આ ઉપરાંત આરોપી દંપતિ રોડના નક્શા, ગોન્ડીવાલ સાહિબ, હરિક બ્રીજની તસવીરો અને લહૌલ સ્પિતિના અન્ડર કન્સ્ટ્રક્શન બ્રીજની તસવીરો પણ મોકલી રહ્યાં હતા. જેના બદલામાં આ દંપતિ સમ્ગલર પાસેથી હેરોઇન અને ગોલ્ડ બિસ્કિટ્સ મેળવતા હતા," તેમ તેમણે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું છે કે આરોપી દંપતિ ભારત-પાક બોર્ડર નજીકના સંધારા અને વાન તારા સિંહ ગામના રહેવાસી છે. જે અમૃતસર નજીકના તાર્ણ તારાણ જિલ્લાના છે. તેમજ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર પરની ફેન્સિંગ નજીક તેઓ ખેતીની જમીન પણ ધરાવે છે. જેનો ઉપયોગ સમ્ગલર દ્વારા કરવામાં આવે છે. એસએસપીએ કહ્યું છે, "પાકિસ્તાનની એજન્સીને ખાનગી માહિતીઓ મોકલવા માટે જે પ્રકારની ટેક્નિક ઉપયોગમાં લેવાય છે તેને મળતી આવતી ટેક્નિકનો ઉપયોગ આ દંપતિ દ્વારા કરવામાં આવી રહ્યો હતો."

પોલીસે વધુમાં કહ્યું છે કે સુખપ્રીત કૌર 2006, 2007 અને 2010 એમ ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત ધાર્મિક યાત્રાના વિઝા પર કરી આવી છે. આ મુલાકાત દરમિયાન તે પાકિસ્તાનની એજન્સી અને સમ્ગલરના સંપર્કમાં આવી હોય તેવું બની શકે છે.

English summary
A woman official in the Punjab Sale Tax department has been arrested along with her husband from neighbouring Tarn Taran district on charges of spying for Pakistan. Police also suspect that the woman had links with Pakistan-based terror outfits and intelligence agencies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X