For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવેક્સીનને ઓક્ટોબરના અંત સુધી WHO પાસેથી મળી શકે છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સીન કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવામાં હજુ વધુ રાહ જોવી પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સીન કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવામાં હજુ વધુ રાહ જોવી પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) આ મહિનાના અંત સુધી વેક્સીનને અપ્રૂવલ આપી શકે છે. કોવેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેક સતત ડબ્લ્યુએચઓની રસી વિશે માહિતી પૂરી પાડી રહ્યુ છે. હાલમાં જ સંગઠનના અનુરોધ પર 27 સપ્ટેમ્બરે વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

corona vaccine

ડબ્લ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને રવિવારે માહિતી આપી કે ડબ્લ્યુએચઓના ટેકનિકલ સલાહકાર સમૂહની બેઠક 26 ઓક્ટોબરે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોવિડ-19 વેક્સીન કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે થશે. તેમણે આગળ કહ્યુ કે ઔપચારિકતાઓ પૂરી કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન નિગમ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક સાથે મળીને કામ કરી રહ્યુ છે.

ડબ્લ્યુએચઓના અનુરોધ પર ભારત બાયોટેકે 27 સપ્ટેમ્બરે વેક્સીનની વધુ માહિતી આપી હતી. ગયા સપ્તાહે વિશ્વ આરોગ્ય સંગઠને ઈયુએલ માટે કોવેક્સીનને એક સપ્તાબ માટે લંબાવી દીધુ. આ લેટેસ્ટ નિવેદન સાથે ઓક્ટોબરના અંતિમ સપ્તાહ સુધી કોવિડ-19 વેક્સીન માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની અપેક્ષા છે. ડબ્લ્યુએચઓના એક્સપર્ટ વર્તમાનમાં આ માહિતીની સમીક્ષા કરી રહ્યા છે અને જો બધુ ઠીક રહેશે તો પછી આવતા સપ્તાહે ડબ્લ્યુએચઓના મૂલ્યાંકનને અંતિમ રૂપ આપી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી(એનઆઈવી)ના સહયોગથી ભારત બાયોટેકે આ રસી વિકસિત કરી હતી. નિર્માતાઓ અનુસાર ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલમાં કોવેક્સીન 77.8 ટકા પ્રભાવી જોવા મળી હતી. ભારતમાં કોરોના સંક્રમણ સામે રસીકરણ અભિયાનમાં ત્રણ રસીનો ઉપયોગ કરી રહ્યુ છે. આમાં એક સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ છે અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન છે.

English summary
Covacin may receive emergency use approval from the WHO by the end of October
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X