For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવેક્સિન પર મોટા સમાચારઃ ભારત બાયોટેકે પૂરી કરી ફાઈનલ ફેઝ-3ની ટ્રાયલ, ડેલ્ટા વેરિઅંટ પર પણ 65.2% અસરકારક

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોના વેક્સીન કોવેક્સીનના ફાઈનલ ફેઝ-3ની ટ્રાયલ પૂરી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોના વેક્સીન કોવેક્સીનના ફાઈનલ ફેઝ-3ની ટ્રાયલ પૂરી કરી લીધી છે. ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે કહ્યુ છે કે કોવેક્સિન ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલમાં 77.8% અસરકારક સાબિત થઈ છે. પ્રી-પ્રિન્ટ ડેટાનો હવાલો આપીને ભારત બાયોટેકે કહ્યુ કે કોવિડ-19 સામે સ્વદેશી વેક્સીન કોવેક્સિન માટે ફાઈનલ ટ્રાયલ પૂરી કરી લેવામાં આવી છે.

covaxin

વિશ્લેષણથી જાણવા મળ્યુ છે કે કોવેક્સિન કોરોનાના ગંભીર દર્દીઓ અને કોરોનાના ડેલ્ટા વેરિઅંટ પર પણ અસરકારક છે. ભારત બાયોટેકે કહ્યુ છે કે કોવેક્સિન ડેલ્ટા વેરિઅંટ(SARS-CoV-2, B.1.617.2)સામે 65.2 ટકા સુરક્ષા આપે છે. ભારત બાયોટેકે કહ્યુ છે કે કોવેક્સીન કોરોનાના ગંભીર દર્દીઓ સામે 93.4 ટકા પ્રભાવી છે. ભારત બાયોટેકે 130 કોરોનાના પુષ્ટ કેસો પર આ ટ્રાયલ કરી છે. કોવેક્સિન ડેલ્ટા વેરિઅંટ પર પ્રભાવી હોવી રાહતના સમાચાર છે. કોરોનાના ડેલ્ટા વેરિઅંટ હાલમાં દુનિયાભર માટે ચિંતાનુ કારણ છે કારણકે આ બાકી વેરિઅંટના મુકાબલે ત્રણ ગણુ વધુ સંક્રામક છે.

લક્ષણવાળા કોરોના દર્દીઓ પર કોવિક્સિન 63.6 ટકા અસરકારક છે. કોવેક્સિન ફેઝ-3ની ટ્રાયલ પ્રી-પ્રીન્ટ સર્વર પર પ્રકાશિત કરવામાં આવી છે. ટ્રાયલ માટે ભારતની 25 હોસ્પિટલોને પસંદ કરવામાં આવી હતી. મોટાપાયે કોવેક્સિનની ફાઈનલ ટ્રાયલ માટે ડબલ-બ્લાઈંડ, રેંચમાઈઝ્ડ, મલ્ટી સેન્ટર ક્લિનિકલ તૈયાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રાયલમાં 18થી 98 વર્ષના વયના દર્દીઓને શામેલ કરવામાં આવ્યા હતા.

English summary
Covaxin of Bharat Biotech final phase 3 clinical trial analysis completed, 77.8% efficancy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X