For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાનો કહેર યથાવત, 3.50 લાખથી વધુ કેસ, 2003ન મોત

દેશમાં કોરોનાનો કહેર યથાવત, 3.50 લાખથી વધુ કેસ, 2003ન મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સતત પ્રયત્નો છતાં દેશમાં કોરનાના દર્દીઓ વધતા જઇ રહ્યા છે, ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 3,54,065 થઇ ગઇ છે, પાછલા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 974 કેસ મળ્યા છે અને 2003 લોકોના જીવ ચાલ્યા ગયા છે, આવું પહેલીવાર છે જયારે દેશમાં એક દિવસમાં આટલા દર્દીના મોત થયાં હોય, સૌથી વધુ 1409 મોત મહારાષ્ટ્રમાં થયાં છે, એકલા મુંબઇમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 હજારથી વધુ છે, જેમાં 3168 લોકોના મોત થઇ ચૂક્યાં છે.

437 લોકોના મોત

437 લોકોના મોત

જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ રેકોર્ડ 437 સંક્રમિતોએ દમ તોડ્યો છે, જે દિલ્હીમાં અત્યાર સુધી થયેલ મોતમાં સૌથી વધુ છે, સ્વાસ્થ્ય મંત્રાલયી તાજા જાણકારી મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 1 લાખ 55 હજાર 227 એક્ટિવ કેસ છે, જયારે આ મહમારીથી અત્યાર સુધીમાં 1 લાખ 86 હજાર 934 લોકો રિકવર થઇ ગયા છે.

ગત 24 કલાકમાં 93 દર્દીના મોત

ગત 24 કલાકમાં 93 દર્દીના મોત

દિલ્હીમાં કોરોના વાયરસના મામલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. અહીં આ વાયરસથી 24 કલાકમાં 93 દર્દીના મોત થયાં છે. જે બાદ ડેથ ઓડિટ કમિટીએ 344 અન્ય મોત પણ જોડી દીધી છે. જેનાથી કોરોનાથી મરતા આંકડાઓ વધીને 1837 થઇ ગયા છે. શહેરમાં હવે મૃત્યુદર વધીને 4.1 ટકા થઇ ગયો છે, જ્યારે આખા દેશમાં મૃત્યુદર 3.3 ટકા છે.

કોરોનાથી અત્યાર સુધી 11 હજાર 921 લોકોના મોત

કોરોનાથી અત્યાર સુધી 11 હજાર 921 લોકોના મોત

જ્યારે વર્લ્ડોમીટર મુજબ કોરોનાથી અત્યાર સુધી 11 હજાર 921 લોકોના મોત થઇ ચૂક્યાં છે, જ્યારે 1 લાખ 87 હજારથી વધુ લોકો ઠીક થઇ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 54 હજારથી વધુ છે. કોરોનાથી મોતના આંકડામાં અચાનક ઉછાળ આવ્યો છે. જણાવી દઇએ કે મહારાષ્ટ્ર અને દિલ્હીએ મોતના જૂના આંકડાઓ પણ જોડી દીધા છે.

Inside Story: જાણો ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કેમ કર્યો, માત્ર 5 કિમીને લઇ બબાલ થયોInside Story: જાણો ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કેમ કર્યો, માત્ર 5 કિમીને લઇ બબાલ થયો

English summary
covid 19 cases rapidly increasing in india, 10974 cases in a day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X