For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મનાવાશે દુર્ગા પૂજા અને રામલીલા પરંતુ શરતો હશે કડક, અહીં જુઓ આખી ગાઈડલાઈન્સ

દિલ્લીમાં રામલીલા અને દુર્ગા પૂજા મનાવવાની અનુમતિ આપી દેવામાં આવી છે. અહીં જુઓ આખી ગાઈડલાઈન્સ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં રામલીલા અને દુર્ગા પૂજા મનાવવાની અનુમતિ આપી દેવામાં આવી છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ(ડીડીએમએ)એ બુધવારે (29 સપ્ટેમ્બર)ના રોજ સાર્વજનિક સ્થળોએ રામલીલા, દશેરા અને દુર્ગા પૂજા સમારંભની અનુમતિ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ સાથે જ પ્રતિબંધ અને વધુ કડકાઈ કરવામાં આવશે. જો કે, બુધવારે થયેલી બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયો વિશે પ્રાધિકરણે હજુ સુધી આદેશ જાહેર કર્યો નથી. રામલીલા અને દુર્ગા પૂજા મનાવવાને લઈને ડીડીએમએ એસઓપી તૈયાર કરી રહ્યુ છે અને ત્યારબાદ આદેશ જાહેર કરવામાં આવશે. જો કે જે માહિતી સામે આવી છે તે મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાનુ રહેશે. વળી, સ્ટૉલ અને મેળાની અનુમતિ આપવામાં આવશે નહિ.

Durga Puja

બેઠકમાં હાજર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, 'આવનારી ફેસ્ટીવલ સિઝનને ધ્યાનમાં રાખીને પોલિસ અને જિલ્લા પ્રશાસનને વિવિધ આદેશ આપ્યા છે કે કોવિડ-19 યોગ્ય વ્યવહારનુ પાલન થાય, સુનિશ્ચિત કરવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝીટ પૉઈન્ટ્સ, બેસવા માટે યોગ્ય સામાજિક અંતર પણ જાળવવામાં આવશે.'

વાંચો ગાઈડલાઈન્સ

  • આયોજકોએ એ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે કોઈ સ્થળે લોકોની સંખ્યા કુલ સીટોની સંખ્યાથી વધુ ન હોય. એટલે કે ક્ષમતા 50 ટકાની આસપાસ રહે.
  • કોઈ સ્ટૉલ અને મેળા નહિ કરવામાં આવે. એટલે કે ખાણી-પીણીના સ્ટૉલ લગાવવામાં નહિ આવે અને ઝૂલા લગાવવાની પણ મંજૂરી નહિ મળે.
  • 100 ટકા માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાનુ રહેશે. વળી, સોશિયલ ડિસ્ટંસીંગના આધારે લોકોને પંડાલ અને રામલીલામાં બેસાડવામાં આવશે. ઉભા રહેવાની મંજૂરી નહિ મળે.
  • દિલ્લી પોલિસ અને જિલ્લા પ્રશાસનનેએ નિર્દશ આપવામાં આવ્યા છે કે કોવિડ યોગ્ય વ્યવહારનુ કડકાઈથી પાલન કરાવવામાં આવે.
  • દુર્ગા પૂજા હોય કે રામલીલા પરિસર એન્ટ્રી અને એક્ઝીટ પૉઈન્ટ્સ અલગ-અલગ હોવા જોઈએ.

બેઠકમાં હાજર હતા સીએમ કેજરીવાલ

દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ(ડીડીએમએ) દ્વારા બુધવારે બોલાવવામાં આવેલી બેઠકની અધ્યક્ષતા ઉપરાજ્યપાલ અનિલ બેજલે કરી. આ બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે કોવિડ-19 દિશાનિર્દેશોનુ પાલન નહિ કરનાર કાર્યક્રમ આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બેઠક બાદ ઉપરાજ્યપાલ અનિલ બેજલે ટ્વિટ કર્યુ, 'વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ ખાસ કરીને આવનારી ફેસ્ટીવલ સિઝનને લઈને કોવિડ યોગ્ય વ્યવહારનુ કડકાઈથી પાલન કરવા અને લાગુ કરવાની જરૂરિયાત પર જોર આપવામાં આવ્યુ છે.'

English summary
Covid-19 guidelines for Ramleela and Durga Puja 2021 celebrations in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X