For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીએ કોરોના દર્દીઓ માટે લખનઉની મેદાંતા હોસ્પિટલમાં મોકલાવી ઑક્સિજનની ટેંકર

કોરોના દર્દીઓ માટે ઑક્સિજનની મુશ્કેલીને જોતા કોંગ્રેસના મહિલા નેતા પ્રિયંકા ગાંધીએ મદદ પૂરી પાડી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કોરોના દર્દીઓ માટે ઑક્સિજનની મુશ્કેલીને જોતા કોંગ્રેસના મહિલા નેતા તેમજ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ મદદ પૂરી પાડી છે. પ્રિયંકા ગાંધી તરફથી લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ઑક્સિજનની ટેંકર મોકલવામાં આવ્યુ છે. આ ઑક્સિજનનો ઉપયોગ મેદાંતા હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરવા માટે થશે. થોડા દિવસ પહેલા જ આ હોસ્પિટલ માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઑક્સિજનની ટેંકર મોકલવા માટે કહ્યુ હતુ. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને આજે ત્યાંથી લખનઉની મેદાંતા હોસ્પિટલ માટે એક ટેંકર ઑક્સિજન લાવવામાં આવ્યુ.

pruyanka gandhi

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તરફથી જણાવવામાં આવ્યુ કે ઑક્સિજન ટેંકરની વ્યવસ્થા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી આહ્વાન પર કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ ઑક્સિજનની કમી સામે ઝઝૂમી રહેલ લખનઉની મદદ માટે આહ્વાન કર્યુ હતુ. પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે ચર્ચા દરમિયાન આ આગ્રહ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાયપુરથી લખનઉ માટે ટેંકર દ્વારા 16 ટન ઑક્સિજન લઈને પહોંચાડવામાં આવ્યો છે.

'રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સીન છે''રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સીન છે'

તમને જણાવી દઈએ કે છત્તીસગઢ સરકારે પોતાના રાજ્યના દર્દીઓના ઉપયોગમાં આવતા ઑક્સિજન બાદ બચેલ વધારાનો ઑક્સિજન છેલ્લા ઘણા દિવસોથી અન્ય રાજ્યોને ઉપલબ્ધ કરાવી રહી છે. અન્ય રાજ્યોમાં લોકોના જીવ બચાવવા માટે 2706.965 મેટ્રિક ટન ઑક્સિજનનો પુરવઠો છત્તીસગઢથી 11થી 24 એપ્રિલ વચ્ચે પૂરો પાડવામાં આવ્યો છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાના શામેલ છે. આજે પ્રિયંકા ગાંધી દ્વારા ટ્વિટ કરવામાં આવેલ પોસ્ટ ઘણી ચર્ચામાં છે. કોરોના સંક્રમણથી ખરાબ થતી પરિસ્થિતિ વચ્ચે પ્રિયંકા ગાંધીએ લોકોની ચિંતાઓ વ્યક્ત કરી. આ સાથે જ ડૉક્ટરો અને નર્સોની પ્રશંસા કરી.

English summary
Covid 19: Priyanka Gandhi sent oxygen tanker to Lucknow Medanta hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X