ભારતમાં કોરોના ટેસ્ટીંગ બહુ જ ઓછુ, 10 ગણુ વધારવાની જરૂર - બાયોકૉન પ્રમુખ કિરણ મજમૂદાર શૉ

બાયોટેક કંપની બાયોકૉનના ચેરમેન અને એમડી કિરણ મજમૂદાર શૉએ કહ્યુ છે કે ભારતમાં જે કોરોનાની ટેસ્ટિંગ થઈ રહ્યુ છે તે પૂરતુ નથી.

નવી દિલ્લીઃ બાયોટેક કંપની બાયોકૉનના ચેરમેન અને એમડી કિરણ મજમૂદાર શૉએ કહ્યુ છે કે ભારતમાં જે કોરોનાની ટેસ્ટિંગ થઈ રહ્યુ છે તે પૂરતુ નથી. કિરણનુ કહેવુ છે કે દેશમાં કોરોના ટેસ્ટિંગ 10 ગણુ વધારવુ જોઈએ. બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનૉમિક ફોરમમાં બોલતા તેમણે આ વાત કહી છે. કિરણે કહ્યુ કે કોરોના ટેસ્ટિંગ બાબતે આપણે અન્ય દેશોની સરખામણીમાં પાછળ છે.

kiran

તેમણે વધુમાં ઉમેર્યુ કે આપણે ટેસ્ટીંગને ઝડપથી વધારવાની જરૂર છે. તેમણે કહ્યુ કે અત્યારે સક્રિય કેસોની સંખ્યા ખૂબ વધુ નથી પરંતુ જો સક્રિય કેસોમાં વૃદ્ધિ શરૂ થઈ જાય તો અમારા માટે ટેસ્ટિંગ વધારવાનુ મુશ્કેલ થઈ જશે. એવામાં હજુ ટેસ્ટિંગ વધારવામાં આવશે. કિરણ મજમૂદાર શૉએ કહ્યુ કે ભારત એક એડ-હૉક મેનર પર ચાલી રહ્યુ છે. અહીં વિજ્ઞાન પર ધ્યાન આપવાની જગ્યાએ ઑપિનિયન પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

તેમણે કહ્યુ કે ભારતમાં એક મોટી યુવા વસ્તી છે જેના કારણે મોતનો દર ઓછો છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારતમાં સદનસીબે એક મોટી વેક્સીન ઉત્પાદન ક્ષમતા છે અને ઘણી કંપનીઓ હવે ક્લિનિકલ પરીક્ષણ કરી રહી છે પરંતુ ભારતનો સૌથી મોટો પડકાર ઓછા સમયમાં દેશભરમાં વેક્સીનનુ વિતરણ કરવા માટે કોલ્ડ ચેન લૉજિસ્ટીક્સનુ નિર્માણ કરવાનુ રહેશે. બેંગલુરુમાં સ્થિત બાયોકૉન લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ કિરણ મજમૂદાર શૉ પણ ઓગસ્ટમાં કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X