For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Update :જાણો દેશની કોરોના અપડેટ, રાજ્યમાં શું છે ઓમિક્રોન અપડેટ?

કોરોના મહામારી ફરી ચિંતા વધારી રહી છે, જ્યાં ગુરુવારના રોજ દેશમાં 7495 નવા કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારના રોજ તેમની સંખ્યા 6317 હતી. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશમાં 434 દર્દીઓના મોત પણ થયા છે.

|
Google Oneindia Gujarati News

Covid Update : કોરોના મહામારી ફરી ચિંતા વધારી રહી છે, જ્યાં ગુરુવારના રોજ દેશમાં 7495 નવા કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારના રોજ તેમની સંખ્યા 6317 હતી. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશમાં 434 દર્દીઓના મોત પણ થયા છે.

કોરોના

આ વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા, જ્યાં 6960 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે. આ સિવાય કુલ 3,42,08,926 દર્દીઓ સાજા થયા છે, જ્યારે આ રોગચાળાને કારણે 4,78,759 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દેશમાં અત્યાર સુધીમાં 236 કેસ નોંધાયા છે. તેમાંથી 104 દર્દીઓ સાજા થયા છે, જ્યારે અન્ય સારવાર હેઠળ છે. હાલમાં મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે, ત્યાં અત્યાર સુધીમાં 65 કેસ નોંધાયા છે.

આ સાથે દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19, ગુજરાતમાં 14, જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં 3 કેસ નોંધાયા છે. આવા સમયે ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ એક-એક કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન સાથે વ્યવહાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,39,69,76,774 પર પહોંચી ગઈ છે.

બંગાળની શાળામાં 29 બાળકો પોઝિટિવ

બીજી તરફ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની એક શાળામાં 'કોરોના વિસ્ફોટ' થયો હતો, જ્યાં એકસાથે 29 બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારથી આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર આ ઘટના કલ્યાણી સ્થિત નવોદય કેન્દ્રીય વિદ્યાલયનો છે.

રાજ્યમાં ઓમિક્રોનની પરિસ્થિતિ

આરોગ્ય વિભાગની ટીમ તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવી રહી છે. તેમજ પોઝિટિવ મળી આવતા બાળકોની સારવાર ચાલુ છે.કોવિડ 19ના ઓમિક્રોન વેરિઅન્ટ કેસ મંગળવારના રોજ 14 થી વધીને બુધવારના રોજ 23 થઈ ગયા અને એક દિવસમાં 39 ટકાનો ઉછાળો નોંધાયો હતા. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા કેસમાં અમદાવાદ શહેરના પાંચ અને મહેસાણા અને આણંદના બે-બે કેસનો સમાવેશ થાય છે.

નવા કેસમાં અમદાવાદમાં ચાર મહિલા અને એક પુરુષ, મહેસાણામાં બે મહિલા અને આણંદમાં બે પુરૂષોનો સમાવેશ થાય છે. મહેસાણામાં, 49 અને 65 વર્ષની વયના બંને કેસ પુષ્ટિ થયેલ કેસના સીધા સંપર્કમાં હતા, જ્યારે આણંદમાં બંને વ્યક્તિઓ તાન્ઝાનિયાની મુસાફરીનો ઇતિહાસ ધરાવતા હતા.

અમદાવાદમાં ત્રણ દર્દીઓનો પ્રવાસ ઇતિહાસ હતો. જેમાં તેઓ આફ્રિકન દેશોના બે કોંગોના અને એક તાંઝાનિયાનામાંથી પરત ફર્યા હતા. બાકીના બેમાંથી એક દુબઈથી આવ્યો હતો અને બીજો યુકેથી આવ્યો હતો.

આ અપડેટ સાથે રાજ્યમાં 19 સક્રિય ઓમિક્રોન કેસ છે જેમાં ચાર દર્દીઓ પૈકી ત્રણ જામનગરના અને એક સુરત શહેરના એક દર્દીને યોગ્ય પ્રક્રિયા બાદ રજા આપવામાં આવી છે. જિલ્લાવાર કેસમાં અમદાવાદના સાત, જામનગર, મહેસાણા, વડોદરા અને આણંદના ત્રણ-ત્રણ, સુરતના 2 અને ગાંધીનગર અને રાજકોટના 1-1 કેસનો સમાવેશ થાય છે.

English summary
7495 new corona case in country 6960 recoveries in last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X