For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીનો બોમ્બ ફૂટતા ફટાકડા બજારનું સૂરસૂરિયું થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 ઓક્ટોબર : દિવાળી આવે અને ફટાકડાની આતશબાજી ના થાય એવું ક્યારેય બનતું નથી. જો કે આ વર્ષ માટે કહેવામાં આવે છે કે દિવાળીમાં ફટાકડા બજારની રોનક અને ચમક બંને ગાયબ થઇ શકે એમ છે. કારણ છે મોંઘવારીનો બોમ્બ જે રીતે ફૂટ્યો છે તે રીતે ફટાકડા માર્કેટનું સૂરસૂરિયું થઇ શકે છે. આ વર્ષે ફટાકડાની કિંમતોમાં 50થી 60 ટકાનો વધારો થયો છે.

ભારતમાં ફટાકડા માટે જાણીતા તમિલનાડુના શિવાકાશીમાં પાછલા કેટલાક વર્ષોમાં થયેલી દુર્ઘટના બાદ પરિસ્થિતિઓ બદલાઇ ગઇ છે. અહીં ફટાકડા ફેક્ટરીઓ માટે કાયદા વધારે કડક બનાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાછલા કેટલાક વર્ષોમાં લોકોને આકર્ષનારા ચીની ફટાકડાઓની નબળી ગુણવત્તાને કારણે લોકોમાં તેનું આકર્ષણ ઘટી ગયું છે. આ ઉપરાંત સરકારો દ્વારા મોટા અવાજ કરનારા ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ફટાકડા બજારમાં મોંઘવારીની વાત કરીએ તો જેટલા ફટાકડા ગયા વર્ષે 1000 રૂપિયામાં મળતા હતા, તેટલા જ ફટાકડા આ વર્ષે રૂપિયા 1500થી રૂપિયા 1600માં મળશે. જો ગ્રાહકો સસ્તા ફટાકડા શોધવા જશે તો મળશે ખરા પણ તેની ગુણવત્તા ખૂબ ખરાબ હશે, જેથી ફટાકડા ફોડવાની મજા નહીં આવે.

આ અંગે ફટાકડા વેપાર કલ્યાણ સંઘના અધ્યક્ષ અખિલેશ ગુપ્તાનું કહેવું છે કે ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી કાચી સામગ્રી જેમ કે કાગળ, દારૂગોળો વગેરેના ભાવ બમણા થઇ ગયા છે. વળી તમિલનાડુમાં અત્યાર સુધી વરસાદ ચાલુ રહેતા ફટાકડા વ્યવસ્થિત સુકાઇ શક્યા નથી.

પુરવઠાની તંગી

પુરવઠાની તંગી


ફટાકડાના નાના વેપારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે આ વર્ષે પુરવઠાની તંગીને કારણે તેને નિશ્ચિત માત્રામાં જ ફટાકડા આપવામાં આવશે.

ફટાકડાની કિંમતો વધી

ફટાકડાની કિંમતો વધી


કાચો માલ મોંઘો થવાને કારણે ફટાકડાની કિંમતો વધી છે. આ વખતે સસ્તા ફટાકડા મળશે નહીં.

ઓછા અવાજવાળા ફટાકડા વધુ

ઓછા અવાજવાળા ફટાકડા વધુ


આ વર્ષે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ લદાવાથી ઓછા અવાજ કરતા અને ફૂલઝડી જેવા ફટાકડા વધારે પ્રમાણમાં ઉપલબ્ધ બનશે.

લોકલ ફટાકડા પર નિર્ભરતા વધશે

લોકલ ફટાકડા પર નિર્ભરતા વધશે


આ વખતે શિવાકાશીના ફટાકડાઓ પૂરતા પ્રમાણમાં તૈયાર થયા નહીં હોવાથી સ્થાનિક સ્તરે તૈયાર થતા ફટાકડાઓ માર્કેટમાં વધારે જોવા મળશે.

ચાઇનીઝ ફટાકડા

ચાઇનીઝ ફટાકડા


આ વર્ષે માર્કેટમં ચાઇનીઝ ફટાકડાઓ પણ ઓછા પ્રમાણમાં આવ્યા છે કારણ કે હલકી ગુણવત્તાને કારણે લોકોએ તેને ખરીદવાથી તૌબા કરી છે.

દિલ્હી સૌથી મોટું બજાર

દિલ્હી સૌથી મોટું બજાર


દિલ્હી અને મુંબઇ ફટાકડાના સૌથી મોટા બજાર સાબિત થશે.

લાઇસન્સ ઓછા

લાઇસન્સ ઓછા


આ વર્ષે ઓછા વેપારીઓને ફટાકડા વેચવાના પરવાના ઓછી સંખ્યામાં આપવામાં આવ્યા છે.

English summary
Crackers market to be down in diwali 2013 due to dearness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X