For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીમાં જોડાઈને નવી ઇંનિંગની શરૂઆત કરી શકે છે ગંભીર

ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર તેઓ દિલ્હીથી ઈલેક્શન પણ લડી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર તેઓ દિલ્હીથી ઈલેક્શન પણ લડી શકે છે. હિન્દી ડેલી દૈનિક જાગરણ અનુસાર દિલ્હીમાં સત્તાથી બહાર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવા અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે ગૌતમ ગંભીરને પાર્ટી ટિકિટ આપીને ઈલેક્શન મેદાનમાં ઉતારી શકે છે. હાલમાં બીજેપી અને ગંભીર તરફથી આ મામલે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.

gautam gambhir

ગૌતમ ગંભીર છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે. દિલ્હીના રહેનાર ગૌતમ ગંભીરે પોતાની છેલ્લી વનડે મેચ 2012 માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ અને છેલ્લી ટેસ્ટ મેચ તેમને વર્ષ 2016 દરમિયાન રહી હતી. ભારત તરફથી 58 ટેસ્ટ રમતા ગંભીરે 4154 રન અને 147 વનડે મેચમાં તેમને 5238 રન બનાવ્યા છે. તેમને વર્ષ 2007 દરમિયાન ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતવામાં ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આમ જોવા જઇયે તો ગૌતમ ગંભીર પહેલા એવા ખેલાડી નથી જેઓ ક્રિકેટ મેદાનથી દૂર થયા પછી રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યા છે. તેમના પહેલા નવજોત સિંહ સિદ્ધુ, મોહમ્મદ કૈફ, પ્રવીણ કુમાર, વિનોદ કામ્બલી, મંસૂર અલી ખાન પટૌડી જેવા દિગ્ગજ રાજનીતિનો ચહેરો બની ચુક્યા છે.

English summary
Cricketer Gautam Gambhir to contest Delhi elections on BJP ticket: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X