For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની ક્લબમાં મોડી રાતે રેડ, પાર્ટી કરી રહેલ સુરેશ રૈના અને ગુરુ રંધાવાની ધરપકડ

મુંબઈની એક ક્લબમાં પાર્ટી કરી રહેલ પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને સુઝેન ખાનની પોલિસે કોવિડ નિયમ તોડવા માટે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મુંબઈની એક ક્લબમાં પાર્ટી કરી રહેલ પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને સુઝેન ખાનની પોલિસે કોવિડ નિયમ તોડવા માટે ધરપકડ કરી છે. જો કે બાદમાં બધાને જામીન આપી દેવામાં આવ્યા છે. મોડી રાતે પાડેલી રેડમાં બંનેને અન્ય લોકો સાથે પકડવામાં આવ્યા. પોલિસ સ્ટેશનથી જ બધાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા. સુરેશ અને રંધાવા સામે કોવિડ નિયમો તોડીને ભીડ જમા કરવા અને પાર્ટી કરવા માટે કેસ નોંધાયો છે.

suresh raina

મુંબઈ પોલિસે મોડી રાતે લગભગ ત્રણ વાગે એરપોર્ટ પાસે સ્થિત ડ્રેગન ફ્લાઈ ક્લબમાં રેડ પાડી. આ દરમિયાન અહીં લોકો પાર્ટી કરી રહ્યા હતા. પોલિસે બધાની ધરપકડ કરી લીધી જેમાં સુરેશ રૈના અને ગુરુ રંધાવા પણ શામેલ છે. પોલિસે 34 લોકો સામે આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં ક્લબના સાત કર્મચારી પણ શામેલ છે. બધા પર કેસ નોંધ્યા બાદ જામીન આપી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યુ છે કે સુરેશ રૈના અને રંધાવા ઉપરાંત અમુક બીજા સેલિબ્રિટી પણ અહીં હાજર હતા પરંતુ તે રેડ પડતાં જ ચૂપચાપ નીકળી ગયા.

માહિતી મુજબ ક્લબના સ્ટાફ ઉપરાંત જે 27 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે તેમાં 19 લોકો દિલ્લી અને પંજાબના હતા. જામીન મળ્યા બાદ મંગળવારે સવારે જ આ લોકો દિલ્લી અને પંજાબ પાછા જતા રહ્યા છે. ગાયક બાદશાહના પાર્ટીમાં શામેલ હોવાની વાત કહેવામાં આવી રહી છે. જો કે તે પહેલા જ ક્લબમાંથી નીકળી ગયા. મહારાષ્ટ્રમાં કોવિડ ગાઈડલાઈન હેઠળ રાતે 11 વાગ્યા પછી કોઈ પણ પ્રકારની પાર્ટી કે સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ છે. એવામાં પોલિસ સતત આ પ્રકારની રેડ કરી રહી છે. પોલિસે જ્યારે રેડ પાડી તો આ ક્લબમાં લગભગ ત્રણ વાગે પણ પાર્ટી ચાલી રહી હતી એવામાં પોલિસે આ કાર્યવાહી કરી છે.

સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 13,250થી પણ નીચેસેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 13,250થી પણ નીચે

English summary
Cricketer Suresh Raina and singer Guru Randhawa arrested in a raid at Mumbai Dragonfly club
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X