પોલીસથી બચવા માટે સ્કૂલમાં ચાલી રહ્યું હતું દારૂનું કારખાનું
યુપીના મેનપુરીમાં નકલી દારૂ બનાવવાનો ધંધો ખુબ જ ચાલી રહ્યો છે. દારૂ માફિયા પોલીસથી બચવા માટે પોતાના કારોબારમાં સ્કૂલને પણ છોડી નહીં.
યુપીના મેનપુરીમાં નકલી દારૂ બનાવવાનો ધંધો ખુબ જ ચાલી રહ્યો છે. દારૂ માફિયા પોલીસથી બચવા માટે પોતાના કારોબારમાં સ્કૂલને પણ છોડી નહીં. લાંબા સમયથી સ્કૂલની આડમાં ચાલી રહેલા અવેધ દારૂના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે જગ્યા પરથી ઘણી નકલી કંપનીઓના બ્રાન્ડ સ્ટીકર, સેંકડો લીટર કેમિકલ, સેંકડો ક્વાર્ટર દારૂ, હજારો સ્ટીકર અને દારૂ બનાવવાના ઉપકરણ જપ્ત કર્યા. તેની સાથે પોલીસે બે આરોપીઓને બાઈક સાથે પણ પકડ્યા.

આખો મામલો યુપીના મેનપુરી ક્ષેત્રના કુરાવલીના ગામ જુનહેસાનો છે. આરોપી સંજય સિંહ ઉમા વિદ્યાલયનો પ્રધાન અધ્યાપક છે, જે ઘણા સમયથી સ્કૂલમાં દારૂ બનાવવાનો કાળો ધંધો કરી રહ્યો હતો. દારૂ બનાવવાની સાથે સાથે તે પોતાના આસપાસના વિસ્તારમાં દારૂ સપ્લાય પણ કરતો હતો.

તેના પર ચોકી પ્રભારી લાલતા પ્રસાદ દાઉ ઘ્વારા સ્કૂલની ઘેરાબંધી કરીને છાપો મારવામાં આવ્યો. જેમાં બે આરોપીઓની સેંકડો લીટર કેમિકલ, દારૂ, એક બાઈક અને હજારોની સંખ્યામાં સ્ટીકર અને દારૂ બનાવવામાં સાધનો સહીત બે લોકોની ધરપકડ પણ કરી છે. જયારે અવેધ દારૂ ભરેલી બોલોરો સહીત ચાર આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા છે.












Click it and Unblock the Notifications
