For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દિવસથી 72 કલાક થઈ શકે છે યેદિયુરપ્પાનો બહુમત સાબિત કરવાનો સમય

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ તો લઈ લીધા પરંતુ હજુ પણ તેમને બહુમત સાબિત કરવો પડશે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ તો લઈ લીધા પરંતુ હજુ પણ તેમને બહુમત સાબિત કરવો પડશે. કર્ણાટકમાં બહુમત માટે જરૂરી સંખ્યા ન હોવા છતાં ભાજપને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. પરંતુ આનો વિરોધ કરતાં કોંગ્રેસે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ અને જેડીએસની યાચિકા પર સુપ્રિમ કોર્ટે બુધવારે અડધી રાત બાદ સુનાવણી કરી હતી. આ મામલે શુક્રવારે સુપ્રિમ કોર્ટ એ નક્કી કરશે કે યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે કેટલો સમય લાગશે.

સુપ્રિમમાં આજે કર્ણાટકના ભવિષ્યનો નિર્ણય

સુપ્રિમમાં આજે કર્ણાટકના ભવિષ્યનો નિર્ણય

વાસ્તવમાં સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ એકે સીકરીની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે ના તો કર્ણાટક મામલામાં સરકાર બનાવવા સંદર્ભમાં યાચિકા ખારિજ કરી કે ના તો શપથગ્રહણથી રોક્યા. સુપ્રિમ કોર્ટે આ કેસની સુનાવણી માટે શુક્રવારનો સમય આપ્યો હતો. સુપ્રિમ કોર્ટ આ મામલે સવારે 10.30 વાગે સુનાવણી કરશે. પરંતુ આ પહેલા કયાસોનો દોર ચાલ્યો છે કે છેવટે સુપ્રિમ કોર્ટ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે કેટલો સમય આપી શકે છે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટ સામે એવા ઘણા મામલા રહ્યા છે જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે ભાજપને ઓછામાં ઓછા 3 દિવસનો સમય આપવામાં આવી શકે છે.

શિબૂ સોરેનને અપાયો હતો 19 દિવસનો સમય

શિબૂ સોરેનને અપાયો હતો 19 દિવસનો સમય

વર્ષ 2005 ઝારખંડમાં શિબૂ સોરેનના નેતૃત્વમાં કોંગ્રેસ-જેએમએમના ગઠબંધનને ઓછી સીટો હોવા છતાં રાજ્યપાલ શિબ્તે રજી દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સમયે એનડીએ પાસે 36 સીટો હતી અને જેએમએમ-કોંગ્રેસ ગઠજોડ પાસે 26 સીટો હતી. તો પણ સોરેનને બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલે 19 દિવસનો સમય આપી દીધો હતો રાજ્યપાલના આ નિર્ણયના વિરોધમાં ભાજપ સુપ્રિમ કોર્ટ પહોંચ્યુ હતુ. આ મામલા પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે બહુમત સાબિત કરવાનો સમય 15 દિવસથી ઘટાડીને 2 દિવસ કરી દીધો અને પછી સોરેન સરકાર સદનમાં બહુમત સાબિત કરી શકી નહોતી.

ગોવામાં પણ બદલ્યો હતો બહુમત સાબિત કરવાનો સમય

ગોવામાં પણ બદલ્યો હતો બહુમત સાબિત કરવાનો સમય

વળી, ગોવામાં માર્ચ, 2017 માં રાજ્યપાલ મૃદુલા સિન્હાએ 40 સીટોના સદનમાં 17 સીટોવાળી કોંગ્રેસને નહિ પરંતુ 13 સીટોવાળી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યુ હતુ. ત્યારબાદ મનોહર પરિકરે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને તેમને પણ બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપવામાં આવ્યા હતા. જ્યારે આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો ત્યારે કોર્ટે 15 દિવસને 2 દિવસમાં બદલી નાખ્યા હતા. જ્યારે આ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો ત્યારે કોર્ટે 15 દિવસને 2 દિવસમાં બદલી દીધો પરંતુ આ વખતે તેમની સરકાર બચી ગઈ હતી. સુપ્રિમ કોર્ટેના વકીલ વિષ્ણુ શંકર જૈન અનુસાર કોર્ટ જો બહુમત સાબિત કરવા માટે 15 દિવસના સમયને 48 કલાકમાં બદલે તો રવિવાર થશે. આ સ્થિતિમાં 72 કલાક એટલે કે 3 દિવસ બાદ મુખ્યમંત્રીને પોતાનો બહુમત સદનમાં સાબિત કરવાનો રહેશે. વળી, નવગઠિત વિધાનસભાનો કાર્યકાળ સોમવારથી શરૂ થાય છે. આગામી બે દિવસ શનિવાર અને રવિવાર હોવાને કારણે યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 3 દિવસો એટલે કે સોમવાર સુધીનો સમય મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપ બહુમત સાબિત કરવાની પૂરી કોશિશ કરી રહી છે જ્યારે કોંગ્રેસ-જેડીએસ પોતપોતાના ધારાસભ્યોને ભાજપની પહોંચથી દૂર રાખવાની કોશિશમાં છે.

English summary
crucial test supreme court yeddyurappa over govt forming majority test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X