યુપી વિધાનસભા ચૂંટણી 2017: સમાજવાદી પાર્ટી અને સાયકલની કમાન અખિલેશના હાથમાં

Written By:
Subscribe to Oneindia News

સમાજવાદી પાર્ટીમાં ચાલતા ઘમાસાણમાં આખરે જીત એખિલેશની થઇ છે. ચૂંટણી પંચે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે, સમાજવાદી પાર્ટીનું નામ અને સાયકલનું ચૂંટણી ચિહ્ન, બંન્ને અખિલેશના ફાળે ગયા છે. ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ બંન્ને આ ચૂંટણી ચિહ્ન ઇચ્છતા હતા અને આથી જ બંન્નેએ ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો હતો. આજે સોમવારે ચૂંટણી પંચે આ અંગે પોતાનો અંતિમ નિર્ણય આપતા સમાજવાદી પાર્ટીનું નામ અને ચિહ્ન બંન્ને અખિલેશ યાદવને આપ્યા છે.

akhilesh yadav

સમાજવાદી પાર્ટીના નેતૃત્વ અંગે મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચે ઝગડો વધતો જ જતો હતો. આ વાતનું તાજું ઉદાહરણ એ છે કે, સોમવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયની બહાર રાષ્ટ્રીય અધ્યક્ષની 2 નેમપ્લેટ જોવા મળી. એક નમ પ્લેટ પર મુલાયમ સિંહ યાદવનું નામ હતું, તો બીજી નેમ પ્લેટ પર અખિલેશ યાદવનું. પહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માત્ર મુલાયમ સિંહ યાદવની જ નેમ પ્લેટ લાગેલી હતી, પરંતુ સોમવારે આ નેમ પ્લેટની નીચે અખિલેશ યાદવના નામની નેમ પ્લેટ જોવા મળી હતી, જેમાં નીચે રાષ્ટ્રીય અધ્યક્ષ લખેલું હતું.

nameplate

સપાના ચૂંટણી ચિહ્નને લઇને પણ મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે પહેલેથી ખેંચતાણ ચાલતી હતી. આ બંન્ને નેતાઓએ સાયકલ પર પોતાનો દાવો ઠોક્યો હતો. મુલાયમ સિંહ યાદવે અખિલેશને સમજાવવાની અનેક કોશિશો કરી હતી, જે સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ હતી. સોમવારે સવારે જ તેમણે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, મેં અખિલેશને ત્રણ વાર બોલાવ્યા હતા, પરંતુ તેઓ એક મિનિટ માટે આવ્યા અને મારી વાત શરૂ થાય એ પહેલા જ જતા રહ્યા હતા.

English summary
EC decision on SP dispute, name and symbol gets Akhilesh yadav.
Please Wait while comments are loading...