For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: આગામી 24 કલાક તીવ્ર રહેશે વાવાઝોડું અમ્ફાન, જાણો લેટેસ્ટ અપડેટ

Cyclone Amphan: આગામી 24 કલાક તીવ્ર રહેશે વાવાઝોડું અમ્ફાન, જાણો લેટેસ્ટ અપડેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉઠેલ ચક્રવાતી તોફાન અમ્ફાન ઓરિસ્સા તટ નજીક પહોંચી ગયું છે, ભારતીય હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાત તોફાન અમ્ફાનનું લેન્ડફૉલ હવે થોડા સમયમાં જ શરૂ થવાની ઉમ્મીદ છે. આ દરમિયાન 155-165થી લઈ 185ની ગતિએ પવન ફુંકાશે, જે 21 મેની સવાર સુધી તીવ્ર રહે તેવી સંભાવના છે, આની અસર પણ દેખાતી શરૂ થઈ ગઈ છે, રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે ઓરિસ્સાના પ્રભાવિત 13 જિલ્લાથી એ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે, ચક્રવાતના કારણે આ રાજ્યોમાં તેજ ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે.

બાંગ્લાદેશમાં અમ્ફાન લેન્ડફૉલ કરશે

બાંગ્લાદેશમાં અમ્ફાન લેન્ડફૉલ કરશે

સતત ચાલી રહેલ તેજ પવનના કારણે ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં વૃક્ષો પડી ગયાં છે. જણાવી દઈએ કે હાલ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની સાથોસાથ પાડોસી દેશ બાંગ્લાદેશમાં પણ અમ્ફાન લેન્ડફૉલ કરશે.

એનડીઆરએફ નથી

આ હવે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. એનડીઆરએફ ડીજી એસએન પ્રધાને કહ્યું કે લેન્ડફૉલ કઈ ગતિથી થશે તે ચિંતાનો વિષય છ. બંને રાજ્યોમાં કુલ 41 ટીમ તહેનાત કરવામાં આવી છે, 20 ટીમ ઓરિસ્સામાં તહેનાત કરવામાં આવી છે અને 19 પશ્ચિમ બંગાળમાં, જ્યારે 2 ટીમ સ્ટેન્ડબાય પર છે.

રેલ અને સડક માર્ગ અસરગ્રસ્ત થઈ શકે

હવામાન ખાતાએ કહ્યું કે કેટલાય સ્થળો પર રેલવે અને સડક માર્ગ અસરગ્રસ્ત થઈ શકે છે, વિજળી અને સંચારના થાંભલા ઉખડી શકે છે અને તમામ પ્રકારના કાચા ઘરોને અત્યંત નુકસાન થશે. હવામાન વિભાગે તૈયાર કરેલ પાક અને બાગ બગીચાને પણ ભારે નુકસાન થવાની આશંકા જતાવવામાં આવી છે. મંગળવારે આઈએમડીના મહાનિદેશક એમ મોહપાત્રાએ ચેતવણી આપી હતી કે મહાતૂફાનથી ઈમારતોને ઘણું નુકસાન પહોંચી શકે છે.

8 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ ચાલુ છે, સ્કાઈમેટે કહ્યું કે આગલા તોફાનના કારણે આજે પૂર્વી મધ્ય પ્રદેશ, મરાઠાવાડા, આંતરિક કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશમાં એક-બે સ્થળે હળવો વરસાદ થઈ શકે છે જ્યારે પૂર્વોત્તર ભારતના શેષ ભાગો, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, મુઝફ્ફરાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ વરસાદ થશે. હવામાન ખાતાએ આજથી લઈ આગલા ત્રણ દિવસ સુધી દેશના કેટલાય વિસ્તારોમાં વરસાદની આશંકા જતાવી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં સુંદરવન પાસે ભૂસ્ખલનની આશંકા પણ છે.

Cyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક?Cyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક?

English summary
Cyclone Amphan: heavy rain and storm expected till morning 21 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X