For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: હાવડા-દિલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ રદ, 8 રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ

ચક્રવાતી તોફાન 'અમ્ફાન' ઓરિસ્સાના કાંઠે પહોંચી ગયુ છે. તે આજે બપોર સુધી પશ્ચિમ બંગાળના દીઘા અને બાંગ્લાદેશના હાદિયામાં ટકરાઈ શકે છે. આની અસર પણ દેખાવી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન 'અમ્ફાન' ઓરિસ્સાના કાંઠે પહોંચી ગયુ છે. તે આજે બપોર સુધી પશ્ચિમ બંગાળના દીઘા અને બાંગ્લાદેશના હાદિયામાં ટકરાઈ શકે છે. આની અસર પણ દેખાવી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. વળી, ઓરિસ્સાના પ્રભાવિત 13 જિલ્લાઓમાંથી લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતના કારણો આ રાજ્યોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

હાવડા-નવી દિલ્લી એસી સ્પેશિયલ એક્સપ્રેસ રદ

હાવડા-નવી દિલ્લી એસી સ્પેશિયલ એક્સપ્રેસ રદ

વળી, સુરક્ષા કારણોસર ભારતીય રેલવેએ હાવડા-નવી દિલ્લી એસી સ્પેશિયલ એક્સપ્રેસને રદ કરી દીધી છે. આ વિશે માહિતી આપતા પૂર્વ રેલવેએ કહ્યુ છે કે ચક્રવાતને કારણે ભારે વરસાદ થવ અને તોફાન આવવાની સંભાવના છે માટે 02301 હાવડા-નવી દિલ્લી એસી સ્પેશિયલ એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આ મહાચક્રવાતના કારણે નુકશાન થવાી સંભાવનાના કારણે ટ્રેન રદ કરવા અથવા તેનો રસ્તો બદલવાની સલાહ આપી છે.

કોલકત્તા એરપોર્ટ પણ બંધ

પશ્ચિમ બંગાળના એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યુ કે અમ્ફાન તોફાનના કારણે કાલે સવારે 5 વાગ્યા સુધી કોલકત્તા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે અને બધા ઑપરેશન્સ બંધ કરવામાં આવ્યા છે. આમાં કોરોનાના કારણે આવતી સ્પેશિયલ ફ્લાઈટ્સ પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ફ્લાઈટ્સમાં વંદે ભારત મિશન હેઠળ વિદેશથી ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.

8 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યોમાં બારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. સ્કાઈમેટનુ કહેવુ છે કે આગલા તોફાનના કારણે આજે પૂર્વ મધ્ય પ્રદેશ, મરાઠાવાડા, આંતરિક કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશમાં એક-બે સ્થળોએ હળવા વરસાદના અણસાર છે. વળી, પૂર્વોત્તર ભારતના બાકીના ભાગો, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં પણ વરસાદ થશે.

1,19,075 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પશ્ચિમ બંગાળાં સુંદરબન પાસે ભૂસ્ખલનની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ચક્રવાત અમ્ફાનના કારણે ઓરિસ્સામાં અત્યાર સુધી 1704 આશ્રય શિબિરો સ્થાપિત કરવામાં આવ્યા છે અને 1,19,075 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Cyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક?Cyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક?

English summary
Cyclone amphan: warning howrah new delhi ac special express cancelled, heavy rain alert in 8 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X