For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત, મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે 'અશોબા', તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઇ/અમદાવાદ, 9 જૂન: ભારતના પશ્ચિમી ભાગે અરબ સાગરમાં માછીમારોને દરિયો ખેડવા નહીં જવા ચેતવણી આપી દેવામાં આવી છે. સમુદ્રી નૌકાઓને પરત બોલાવી લેવામાં આવી છે. અને કોસ્ટલ પોલીસને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. આ તમામ તૈયારીઓ ચક્રવાત 'અશોબા' સામે રક્ષણ મેળવવાની છે.

આ તે તોફાન છે, જે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને મંગળવારની રાત્રે તૈયાર ઝડપી પવનની સાથે આ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના તટો સાથે ટકરાશે. ભારત તરફ આગળ વધી રહેલ અશોબાની શક્તિ વધી રહી છે, તેની પર નજર રાખી રહ્યું છે કલ્પના.

સૌથી પહેલા વાત કરીશું ભારત પર મંડરાઇ રહેલા આ ખંતરાની. હવામાન વિભાગ અનુસાર ચક્રવાત અશોબા ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારની સવાર સુધી આ મુંબઈથી માત્ર 515 માઇલના અંતર પર હતું. હવામાન વિભાગનું અનુમાન છે કે તટ સાથે ટકરાયાના સમયે આ ચક્રવાત ભયાનક તોફાનમાં ફેરવાઇ શકે છે.

આ ચક્રવાત સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો

  • આ ચક્રવાતની સૌથી વધારે અસર કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે.
  • આ ત્રણે રાજ્યોમાં જોરદાર પવન આવશે અને ત્યારબાદ બે દિવસ સુધી મૂશળાધાર વરસાદ આવશે.
  • અરબ સાગરમાં ઊંડા દબાણના કારણે ચક્રવાત અશોબાનું નિર્માણ થયું છે.
  • આવનારા 24-36 કલાક ભારત માટે ભારે હોઇ શકે છે, કારણ કે આ મહાચક્રવાત બની શકે છે.
  • હવામાન વિભાગ ચક્રવાત પર નજર રાખીને બેઠ્યું છે. ત્રણેય રાજ્યોના ગૃહ વિભાગોથી સંપર્કમાં છે.
  • પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટનું કહેવું છે કે તેનો પ્રભાવ તોફાન તરીકે ઓછો પરંતુ વરસાદ તરીકે વધારે દેખાશે.
  • કર્ણાટક, કોંકણ, દક્ષિણ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં 24 કલાકમાં મૂસળાધાર વરસાદ થશે.
  • આ વિસ્તારોમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે, જે 100-120 સુધી પહોંચી શકે છે.

ચક્રવાત અશોબા સાથે જોડાયેલ વધુ રસપ્રદ તથ્યો પર એક નજર...

અશોબા નામ શ્રીલંકાએ રાખ્યું છે

અશોબા નામ શ્રીલંકાએ રાખ્યું છે

આ ચક્રવાતનું નામ અશોબા, શ્રીલંકાના હવામાન વૈજ્ઞાનિકોની ટીમે રાખ્યું હતું.

8 દેશ મળીને પસંદ કરે છે નામ

8 દેશ મળીને પસંદ કરે છે નામ

ભારતીય મહાસાગરમાં જ્યારે કોઇ ચક્રવાદ આવે છે ત્યારે, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ મળીને તેનું નામકરણ કરે છે.

આની પહેલાનું નામ પાકિસ્તાને રાખ્યું હતું

આની પહેલાનું નામ પાકિસ્તાને રાખ્યું હતું

ગઇ વખતે આવેલ તોફાન નિલોફરનું નામ પાકિસ્તાને રાખ્યું હતું. આ પહેલા હુડહુડ આવ્યું હતું, તેનું નામ ઓમાને રાખ્યું હતું.

કલ્પના ખેંચી રહ્યું છે અશોબાની તસવીર

કલ્પના ખેંચી રહ્યું છે અશોબાની તસવીર

ભારતીય સેટેલાઇટ કલ્પના-1 સતત ચક્રવાત અશોબાની તસવીરો ખેંચી રહ્યું છે જે સીધા હવામાન વિભાગના કમ્પ્યુટર પર પહોંચી જાય છે.

અશોબા બાદ આવશે કોમેન

અશોબા બાદ આવશે કોમેન

ભારતના પશ્ચિમી તટો પર આવનાર અશોબા બાદ જે તોફાન આવશે, તેનું નામ કોમેન છે, જે થાઇલેન્ડે રાખ્યું છે.

English summary
India’s western coast is gearing up for a cyclonic storm, named Ashobaa. Cyclone is expected to intensify into a “severe cyclonic storm” by Tuesday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X