For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Burevi: કેરળ-તમિલનાડુમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

વધુ એક સાયક્લોન 'બુરેવી'ની આહટે પ્રશાસન અને લોકોની ચિંતા વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Cyclone Burevi: ચક્રવાત 'નિવાર'ના નુકશાનમાંથી હજુ તમિલનાડુ અને પુડુચેરી બહાર પણ નથી આવી શક્યા કે વધુ એક સાયક્લોન 'બુરેવી'ની આહટે પ્રશાસન અને લોકોની ચિંતા વધારી દીધી છે. આઈએમડીએ પોતાની લેટેસ્ટ અપડેટમાં 'બુરેવી' માટે એલર્ટ કરીને કહ્યુ છે કે બંગાળની ખાડીમાં બનેલુ દબાણ અમુક જ કલાકોમાં ખતરનાક ચક્રવાતનુ રૂપ ધારણ કરી શકે છે જેના કારણે આજે સાંજે કે રાતે ત્રિકોમાલી પાસે શ્રીલંકા તટેથી પસાર થવાનુ અનુમાન છે અને આ દરમિયાન 75થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની સંભાવના છે.

ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે દક્ષિણ-ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ-ઉત્તર કેરળ, માહે, દક્ષિણ તટીય આંધ્ર અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેરળના તિરુવનતપુરમ, કોલ્લમ, પછનમછિટ્ટા અને અલપ્પુઝા જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યુ છે. વળી, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી છે જ્યારે બાકી રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

સાથે જ હવામાન વિભાગે માછીમારોને આગલા ત્રણ દિવસ સુધી સમુદ્રમાં જવાની મનાાઈ કરી છે. કન્યાકુમારી પ્રશાસને અપીલ કરી છે કે જે માછીમારો પોતાની નાવ લઈને સમુદ્ર તટે માછલીઓ પકડવા ગયા છે તે પણ જલ્દી પાછા આવી જાય. આઈએમડીએ કહ્યુ છે કે આ તોફાન 3 ડિસેમ્બરની સવારે મન્નારની ખાડી અને નજીકના કોમોરિન વિસ્તારમાં પહોંચી શકે છે અને ત્યારબાદ તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરની સવારે કન્યાકુમારી અને પમ્બન વચ્ચે દક્ષિણ તમિલનાડુના તટેથી પસાર થશે. અત્યારે તે કન્યાકુમારીથી 930 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે.

લોકોને સાવચેત રહેવાની સલાહ

લોકોને સાવચેત રહેવાની સલાહ

અધિકારીઓના જણાવ્યા મુજબ આ તોફાન શ્રીલંકા તરફથી આવી રહ્યુ છે માટે ત્યાં પણ એલર્ટ જારી છે. આઈએમડીએ કહ્યુ છે કે જે સમયે આ તોફાન ભારતના તટે ટકરાશે એ વખતે ઝડપી પવન ફૂંકાશે. આઈએમડીએ 2 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને દક્ષિણ રાયલસીમા પર ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે માટે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં પૂર્વ ખેલાડી, અવૉર્ડ વાપસીનુ એલાનખેડૂત આંદોલનના સમર્થનમાં પૂર્વ ખેલાડી, અવૉર્ડ વાપસીનુ એલાન

English summary
Cyclone Burevi cross Sri Lanka, Red alert issued for Kerala and Tamil Nadu: IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X