
Cyclone Gulab : ચક્રવાત ગુલાબ આજે રાત્રે ઓડિશા-આંધ્ર કિનારે ત્રાટકશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Gulab : ભારે વરસાદમાંથી પસાર થઈ રહેલા ભારતમાં હવે ચક્રવાત 'ગુલાબ' માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત 'ગુલાબ' આજે સાંજે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. મીડિયા સાથે વાત કરતા ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી. કે. જેનાએ કહ્યું કે, 'હાલમાં ચક્રવાત ગુલાબ ગોપાલપુરથી 180 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને તે જ દિશામાં આગળ વધી રહ્યું છે'.

આજે મોડી રાત્રે લેન્ડફોલ કરે સંભાવના
પી. કે. જેનાએ કહ્યું કે, ચક્રવાત ગુલાબ આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચે આજે રાત્રે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે, જેના કારણે સમગ્રવિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. અમારી નજર આ વાવાઝોડા પર છે, વહીવટી તંત્ર પણ એલર્ટ છે, 11 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારેઆગામી 2-3 કલાકમાં વાવાઝોડાની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. ચક્રવાત ગુલાબને ધ્યાનમાં રાખીને ઓડિશામાં 13 એનડીઆરએફ ટીમ અને આંધ્રપ્રદેશમાં 5એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે.

જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ
બીજી તરફ IMD ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર. કે. ગેનામાનીએ કહ્યું કે, ચક્રવાત ગુલાબ ને ધ્યાનમાં રાખીને દક્ષિણ ઓડિશા અને ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટજાહેર કરવામાં આવ્યું છે અને આ વાવાઝોડું આજની રાત સુધીમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
|
મુખ્યમંત્રી નવીન પટનાયકે એક બેઠક યોજી
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચક્રવાત ગુલાબનો સામનો કરવા માટેની તૈયારીઓનો ચિતાર મેળવ્યો હતો અને 11 જિલ્લાઓનાકલેક્ટર્સ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીવાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તમામ શક્ય મદદ પૂરી પાડવાની વાત કરી હતી.
|
ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આ ચક્રવાતની સીધી અસર દેશના અન્ય રાજ્યો પર પણ પડશે. જેના કારણે કર્ણાટક, કેરળ, તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અનેરાજસ્થાન ઉપરાંત ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી IMD એ અહીં એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, આ રાજ્યોમાંઆજથી આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે, તેથી અહીં દરેકને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે.

આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે
સપ્ટેમ્બરમાં વરસાદે દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે, અત્યાર સુધીમાં 27 ટકા વરસાદ સામાન્યથી ઉપર રહ્યો છે અને આગામી 4 દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાછે. દિલ્હીમાં સપ્ટેમ્બર વરસાદ પહેલાથી જ 400 મીમીનો આંકડો પાર કરી ગયો છે, તેથી મહિનાના બાકીના દિવસોમાં પણ આ સંખ્યા વધવાની સંભાવના છે.