'મિચૌંગ વાવાઝોડાએ તમિલનાડુમાં વેર્યો વિનાશ, લોકો બેઘર, વીજળી ડૂલ..., જુઓ Video

Cyclone Michaung Effect in Tamilnadu: ચક્રવાત 'મિચોંગ'એ તમિલનાડુમાં ભારે વિનાશ સર્જ્યો છે. આ વાવાઝોડું પસાર થઈ તો ગયું છે પરંતુ તેણે ચારે તરફ તબાહી મચાવી દીધી છે, હાલમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.

ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબેલા છે અને વીજ પુરવઠો પ્રભાવિત છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ સામાન્ય કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને જોતા આજે પણ ચેન્નાઈની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Cyclone Michaung

તમને જણાવી દઈએ કે 'મિચોંગ'ના કારણે તમિલનાડુમાં છેલ્લા ત્રણ દિવસમાં એટલો વરસાદ થયો છે કે 2015 પછી રાજ્યમાં ક્યારેય વરસાદ નથી પડ્યો. 'મિચોંગ'ના કારણે માત્ર ચેન્નાઈ જ નહીં પરંતુ વેલાચેરી અને તાંબરમમાં પણ ભારે તબાહી સર્જાઈ હતી, જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. હાલ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે લોકોને દૂધ, ફળો અને શાકભાજી જેવી રોજીંદી જરૂરી વસ્તુઓ મળી શકતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયો હાલના ખરાબ માહોલની સાક્ષી આપી રહ્યા છે.

રાજ્યના મુખ્ય સચિવ શિવ દાસ મીણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 'જળ ભરાયેલા વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ અને દૂધની સપ્લાય કરવામાં આવી રહી છે, જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી, તે ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે.' તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આજે સવારે તમિલનાડુમાં પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા માટે ચેન્નાઈ રવાના થઈ ગયા છે.

હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાત 'મિચોંગ'ની અસર ખતમ થઈ ગઈ છે અને તેથી આજે અહીં વરસાદ નહીં પડે, પરંતુ પૂર્વોત્તર ચોમાસાની ગતિવિધિને કારણે સાંજ સુધી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે જ્યારે ઓડિશા અને તેલંગાણામાં સાંજ સુધી હળવા વરસાદની શક્યતા છે. શુક્રવારથી ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ફરી એકવાર હળવો વરસાદ જોવા મળશે અને તેથી હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X