For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ

બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક રૂપ લઈ લીધુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થવાનુ છે. વાવાઝોડાની અસર રાજ્યો પર દેખાવા પણ લાગી છે. અત્યારે મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરી છે. વળી, આ દરમિયાન બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

આ છે હેલ્પલાઈન નંબર

આ છે હેલ્પલાઈન નંબર

જો મુંબઈવાસીઓને વાવાઝોડા સંબંધિત કોઈ માહિતી જોઈએ તો તેમણે 1916 ડાયલ કરવાનો રહેશે પછી 4 દબાવવુ.

શું ન કરવુ

  • લોકો અફવા ન ફેલાવવી.
  • વાવાઝોડા દરમિયાન લોકો બાઈક કે અન્ય વાહન ન ચલાવવુ.
  • એવી બિલ્ડિંગો જે જર્જરિત છે, તેનાથી અંતર જાળવવુ.
  • જે લોકો ઘાયલ છે તેમણે ક્યાંય ન જવુ.
  • ઘરોમાં કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ન રાખવો, જો હોય તો તેને સાફ કરી દેવો.

શું કરવુ

  • વાવાઝોડા સમયે બિન જરૂરી વિજળીના ઉપકરણો બંધ કરી દો.
  • પાણી અને ખાવાપીવાની બધી વ્યવસ્થા કરી લો.
  • જે લોકો ઘાયલ છે તેમણે બહાર ન નીકળવુ, તેમને મેડીકલ હેલ્પ આપો.
  • બારી-દરવાજાથી દૂર રહો.
  • જરૂર વિના બહાર ન નીકળો.
  • વૃક્ષ કે શૉપિંગ મૉલથી દૂર રહો.
  • જો કારમાં હોવ તો મ્યૂઝિક અને એસી બંધ કરી દો.
  • મોબાઈલ પર આવી રહેલ નિર્દેશોનુ પાલન કરો.
  • વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે

વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે...

વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે 2 ટ્રેનો જે મુંબઈ ટર્મિનલ પર આવવાની હતી તે રદ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટ છોડીને આજે મુંબઈથી પોતાની 17 ફ્લાઈટો રદ કરી દીધી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, '9 વર્ષની ઉંમરથી આવુ થઈ રહ્યુ છે'નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, '9 વર્ષની ઉંમરથી આવુ થઈ રહ્યુ છે'

English summary
Cyclone Nisarg: BMC issued helplines Numbers and a list of dos and don’ts for citizens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X