For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નિસર્ગ' વાવાઝોડુઃ ગુજરાત-મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, અપાયુ રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે મંગળવારે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે અરબ સાગરમાં બનેલ ભયાનક વાવાઝોડા 'નિસર્ગ'ની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર પર હવે વાવાઝોડાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે અરબ સાગરમાં બનેલ ભયાનક વાવાઝોડા 'નિસર્ગ'ની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. કાલે ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ થયો છે. આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે કે વાવાઝોડુ 3 જૂનની સાંજે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિનારે ટકરાઈ શકે છે. આના ટકરાવા સાથે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેના માટે મુંબઈ સહિત બંને રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

'સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે'

'સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે'

આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ ઘણી વિકટ થઈ શક છે. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ પડવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અન અન્ય વિભાગોના કંટ્રોલ રૂમમાં પૂરતા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને શાળા અથવા સુરક્ષિત સ્થળોએ ખસેડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ભારતીય નૌકાદળ અને એનડીઆરએફની ટીમ એલર્ટ પર

ભારતીય નૌકાદળ અને એનડીઆરએફની ટીમ એલર્ટ પર

જ્યારે ભારતીય નૌકાદળ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, મુંબઈ ફાયર બ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. વિભાગે 4 જૂન સુધી સાવચેતી રીતે માછીમારોને સમુદ્ર જવાથી રોક્યા છે અને સામાન્ય લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તે પોતાના સ્તરે દરેક સંભવ સાવચેતીઓ રાખે અને જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળે અને પ્રશાસન તરફથી જારી નિર્દેશોનુ પાલન કરે.

મુંબઈના આ વિસ્તારોમાં ભારે વરસાદનુ અનુમાન

મુંબઈના આ વિસ્તારોમાં ભારે વરસાદનુ અનુમાન

આઈએમડીના જણાવ્યા મુજબ 3 જૂને નૉર્થ મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાત તટે નિસર્ગ વાવાઝોડુ ટકરાવાની સંભાવના છે જેનાથી મુંબઈ સહિત ઠાણે, પનવેલ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, ઉલ્હાસનગર, બદલાપુર અને અંબરનાથ જેવા શહેર પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડી રહેલ મુંબઈ માટે આ સમાચાર ઘણી દુઃખી કરનારા છે. વિભાગ મુજબ આ વાવાઝોડુ 3 જૂનની સાંજે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટોને પાર કરશે, જેનાથી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજથી દિલ્લીમાં નો એન્ટ્રી, જાણો કોને મળશે પ્રવેશની છૂટઆજથી દિલ્લીમાં નો એન્ટ્રી, જાણો કોને મળશે પ્રવેશની છૂટ

English summary
Cyclone Nisarg: IMD says become Dangerous, Mumbai On Red Alert, Heavy Rain Expected in Maharashtra, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X