For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યો સહિત લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન ‘સાગર’ નો ખતરો

ખરાબ હવામાનની માર ઝેલી રહેલા લોકો માટે વધુ એક મુશ્કેલીના સમાચાર છે. હવે હવામાન વિભાગ તરફથી ચક્રવાતી તોફાન ‘સાગર' અંગે એલર્ટ જારી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ખરાબ હવામાનની માર ઝેલી રહેલા લોકો માટે વધુ એક મુશ્કેલીના સમાચાર છે. હવે હવામાન વિભાગ તરફથી ચક્રવાતી તોફાન 'સાગર' અંગે એલર્ટ જારી કરવામાં આવી છે. આ તોફાન અદનની ખાડીમાંથી ઉઠ્યુ છે. તમને જણાવી દઈએ કે આમ પણ ઉત્તર ભારતમાં તોફાન અંગે પહેલેથી ચેતવણી આપી હતી. ગુરુવારે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગુરુવારે પણ વાવાઝોડુ અને વરસાદ થયો જેનાથી ઘણા વૃક્ષો પડી ગયા અને રસ્તા પર પડી ગયા. જેનાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન ‘સાગર’ નો ખતરો

લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન ‘સાગર’ નો ખતરો

હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન ‘સાગર' ની ચેતવણી આપી છે અને માછીમારોને પણ સમુદ્રમાંથી પાછા ફરવા માટે કહેવામાં આવ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે ચક્રવાતી તોફાન ‘સાગર' આગામી 12 કલાકમાં ભારત તરફ આગળ વધશે.

વાવાઝોડાની આશંકા, બંદરોને પણ એલર્ટ જારી

વાવાઝોડાની આશંકા, બંદરોને પણ એલર્ટ જારી

આનાથી શુક્રવાર, શનિવાર અને રવિવારે પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થઇ શકે છે જેની અસર દેશના બીજા ભાગોમાં પડશે માટે બંદરોને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે.

આગામી 3 દિવસમાં વાવાઝોડાની સંભાવના

આગામી 3 દિવસમાં વાવાઝોડાની સંભાવના

ચક્રવાતને કારણે જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, દિલ્હી, તેની આસપાસ, પશ્ચિમી યુપીમાં આગામી ત્રણ દિવસોમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. ગુરુવારે દિલ્હીનું હવામાન ખરાબ હોવા પાછળ આ તોફાન બતાવવામાં આવી રહ્યુ છે. દિલ્હીમાં કાલે સાંજે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે પણ 71 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી આવવાની સંભાવના છે.

રાજસ્થાન અને હરિયાણામાં વાવાઝોડાની આશંકા

રાજસ્થાન અને હરિયાણામાં વાવાઝોડાની આશંકા

દિલ્હી-એનસીઆર ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં વાવાઝોડાની પણ આશંકા જતાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં તોફાનની ચેતવણી આપી છે.

English summary
cyclonic storm sagar alert imd issues advisory tamilnadu kerala karnataka goa lakshadweep
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X