Dalai Lama : દલાઇ લામાએ માગી માંફી, બાળક સાથેનો વીડિયો થયો હતો વાયરલ
Dalai Lama : દલાઇ લામાએ થોડા સમય પહેલા એક બાળકને તેમની જીભ ચૂસવા માટે જણાવ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેમની આકરી ટીકા કરી હતી.
આ વચ્ચે લદાઇ લામાએ આ અંગે માફી માંગી છે. તેમણે જણાવ્યું હતું કે, તેના શબ્દોને કારણે બાળક અને તેના પરિવારને ઠેસ પહોંચી હોય, તો તેઓ તેમની માંફી માંગે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે બાળક આધ્યાત્મિક નેતાને આદર આપવા માટે નીચે નમ્યો, ત્યારે દલાઇ લામાએ તેને જીભ ચૂસવા માટે કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર દલાઇ લામાનો ખૂબ જ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
વીડિયોમાં બૌદ્ધ સાધુ પોતાની જીભ બહાર કાઢીને બાળકને તેને ચૂસવા કહેતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ સગીર છોકરાને પૂછતા સંભળાઇ રહ્યા છે કે, શું તું મારી જીભ ચૂસી શકે છે?
A video clip has been circulating that shows a recent meeting when a young boy asked His Holiness the Dalai Lama if he could give him a hug. His Holiness wishes to apologise to the boy and his family, as well as his many friends across the world, for the hurt his words may have… pic.twitter.com/R2RNjhB5b3
— ANI (@ANI) April 10, 2023
દલાઈ લામાએ 2019 માં એવું કહીને એક મોટો વિવાદ ઉભો કર્યો હતો કે, જો તેમના અનુગામી કોઈ મહિલા હોય, તો તેણી આકર્ષક હોવી જોઈએ. દલાઈ લામાના આ નિવેદનનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ હતી. જે બાદ તેમણે પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી હતી.












Click it and Unblock the Notifications
