For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ડસોલ્ટ ઈન્વેસ્ટમેન્ટ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી, કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે'

અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથે રાફેલ સૌદા પર કોંગ્રેસના આરોપોને ‘ખોટા' ગણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથે રાફેલ સૌદા પર કોંગ્રેસના આરોપોને 'ખોટા' ગણાવ્યા છે. રાહુલ ગાંધીના આરોપો પર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ (RADL) સ્પષ્ટતા આપી છે. કંપની તરફથી નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે RADL એ વર્ષ 2009 માં એરપોર્ટ માટે મહારાષ્ટ્ર સરકારને અધીન સ્પર્ધાત્મક બિડિંગમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ અમેરિકાએ વધુ કડક કર્યા H-1B વિઝાના નિયમો, ભારતીયોને લાગશે મોટો ઝટકોઆ પણ વાંચોઃ અમેરિકાએ વધુ કડક કર્યા H-1B વિઝાના નિયમો, ભારતીયોને લાગશે મોટો ઝટકો

રાજકીય લાભ માટે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ છે

રાજકીય લાભ માટે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ છે

રિલાયન્સે કહ્યુ કે કોંગ્રેસનો આ આરોપ કે અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો ઠેકો મળ્યો, તે રાજકીય લાભ ખાંટવા માટે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ છે. આગામી ચૂંટણે જોતા રિલાયન્સ જૂથ અને અંબાણીને સતત રાજકીય લડાઈમાં ઢસડવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આજે ફરીથી એક વાર સફેદ જૂઠનો સહારો લીધો છે અને રિલાયન્સ જૂથ તથા તેના અધ્યક્ષ અનિલ અંબાણી સામે વ્યક્તિગત રીતે અપમાનજનક અને જૂઠથી ભરેલ અનિચ્છનીય અભિયાન ચલાવવા માટે તથ્યોનો તોડી મરોડીને રજૂ કર્યા છે.

ડસોલ્ટ રોકાણ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી

ડસોલ્ટ રોકાણ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી

રિલાયન્સનો દાવો છે કે અલગ અલગ સ્થળોએ RADL પાસે લગભગ 1500 એકર જમીન છે. વળી, ડસોલ્ટના RADLમાં 309 કરોડ રૂપિયાના 34.8% ઈક્વિટી સ્ટેક છે. કંપની મુજબ રોકાણની આ પ્રક્રિયા સપ્ટેમ્બર 2017માં વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) હેઠળ અપનાવવામાં આવી હતી. અનિલ અંબાણીએ કહ્યુ કે ડસોલ્ટ રોકાણ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી. કોંગ્રેસ દેશને ગુમરાહ કરી રહી છે.

સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને એટલા માટે હટાવી દેવાયા

સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને એટલા માટે હટાવી દેવાયા

રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે રાફેલ લડાકુ વિમાન બનાવનાર કંપની ડસોલ્ટ એવિએશને રિલાયન્સ ડિફેન્સને લાંચના પહેલા હપ્તા રૂપે 284 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેમણે દાવો કર્યો કે વિમાન સોદામાં તપાસની સ્થિતિમાં કાર્યવાહીના ડરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાતની ઉંઘ ઉડી ગઈ છે. ગાંધીએ એ પણ આરોપ લગાવ્યો કે સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને એટલા માટે હટાવી દેવામાં આવ્યા કારણકે તે સોદાની તપાસ કરવા ઈચ્છતા હતા.

આ પણ વાંચોઃ નાના વેપારીને 1 કલાકમાં 1 કરોડની લોન સહિત પીએમ મોદીની મોટી ઘોષણાઓઆ પણ વાંચોઃ નાના વેપારીને 1 કલાકમાં 1 કરોડની લોન સહિત પીએમ મોદીની મોટી ઘોષણાઓ

English summary
Dassault investment and Rafale has no link, Congress distorting facts: Anil Ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X