For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંશોધિત હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં દીકરી પણ સંપત્તિમાં સમાન હકદારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યુ કે સંશોધિત હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 2005 હેઠળ દીકરીને પણ સંપત્તિમાં સમાન હક છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યુ કે સંશોધિત હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 2005 હેઠળ દીકરીને પણ સંપત્તિમાં સમાન હક છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓને અધિકાર હશે ભલે તેના પિતાનુ મોત 2005 પહેલા એટલે કે અધિનિયમ આવતા પહેલા જ થઈ ગયુ હોય. સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં આ કહ્યુ છે.

SC

જસ્ટીસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેંચે મંગળવારે કહ્યુ કે ભલે પિતાનુ મૃત્યુ હિંદુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદા,2005 લાગુ થયા પહેલા થઈ ગઈ હોય તેમછતાં પણ દીકરીઓને માતાપિતાની સંપત્તિ પર અધિકાર હશે.દેશમાં 9 સપ્ટેમ્બર, 2005થી હિંદુ ઉત્તરાધિકાર(સંશોધન) કાયદો, 2005 લાગુ થયો છે પરંતુ પિતાનુ મૃત્યુ 9 સપ્ટેમ્બર, 2005થી પહેલા થઈ ગયુ તો પણ દીકરીઓને પૈતૃત સંપત્તિ પર અધિકાર હશે.

2005માં હિંદુ ઉત્તરાધિકાર કાયદો, 1956માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૈતૃક સંપત્તિમાં દીકરીઓને સમાન હક આપવામાં આવ્યો છે. જે હેઠળ દીકરી ત્યારે જ પોતાના પિતાની સંપત્તિમાં પોતાનો દાવો કરી શકે છે જ્યારે પિતા 9 સપ્ટેમ્બર, 2005ના રોજ જીવતા રહ્યા હોય. જો પિતાનુ મૃત્યુ એ પહેલા થઈ ગયુ હોય તો દીકરીને પૈતૃક સંપત્તિ પર કોઈ અધિકાર નહિ હોય.

હવે સુપ્રીમ કોર્ટે આને બદલીને કહ્યુ કે પિતાના મૃત્યુને આની સાથે કોઈ લેવાદેવા નથી. જો પિતા 9 સપ્ટેમ્બર, 2005માં જીવતા નહોતા, તો પણ દીકરીને તેના પિતાની પૈતૃત સંપત્તિમાં અધિકાર મળશે. જસ્ટીસ મિશ્રાએ ચુકાદો સંભળાવીને કહ્યુ, દીકરાઓની જેમ દીકરીઓને પણ સમાન હક આપવો જોઈએ. દીકરીઓ જીવનભર દીકરીઓ જ રહે છે. દીકરીનો પોતાના પિતાની સંપત્તિમાં સમાન હક બની રહે છે, ભલે તેના પિતા જીવિત હોય કે નહિ.

દેશમાં સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે સરકાર પણ છે વિમાસણમાંદેશમાં સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે સરકાર પણ છે વિમાસણમાં

English summary
Daughter is entitled to equal property rights under the amended Hindu Succession Act says Supreme Court in its order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X