Big News: પાકિસ્તાનથી ફોન પર દાઉદની પત્ની બોલી, જી તેઓ ઉંઘે છે.
નવી દિલ્હી: મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ પાકિસ્તાનમાં જ છે, તે વાતની પુષ્ટી કોઈ બીજાએ નહિં પણ દાઉદની પત્નીએ જ કરી છે. દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં જ તેનો આ સૌથી મોટો અને ઠોસ ખુલાસો છે, જેનાથી પાકિસ્તાનનો ચેહરો હવે બેનકાબ થઈ રહ્યો છે.
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે કરાંચીમાં દાઉદના ઘરે ફોન કર્યો. ફોન પર દાઉદની પત્ની મેહઝબીનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે દાઉદ ઈબ્રાહીમના પત્ની બોલી રહ્યાં છો, શું તે ઘરે છે? તો તેના જવાબમાં મહેઝબીને જવાબ આપ્યો જી એ ઉંઘી રહ્યાં છે.

દાઉદની પત્ની અને રીપોર્ટર વચ્ચેની વાતચીતના કેટલાક સંવાદ
મેહઝબીન- અસ્સલામ વાલેકુમ.
રીપોર્ટર- હેલો વાલેકુમ અસ્સલામ.
રીપોર્ટર- શું મેહઝબીન શેખ સાથે વાત થઈ રહી છે?
મેહઝબીન- જી હા.
રીપોર્ટર- જી મેડમ આપ કરાંચીથી બોલી રહ્યાં છો?
મેહઝબીન- જી આપ કોણ?
રીપોર્ટર- જી મેડમ મારે બસ એટલું જ જાણવું હતુ કે આપ દાઉદ ઈબ્રાહીમના પત્ની છો?
મેહઝબીન- જી તે ઉંઘે છે.
ફક્ત થોડી ક્ષણમાં બીજી મહિલાએ નિવેદન બદલી નાખ્યું.
મહત્વપૂર્ણ વાત તો એ છે કે જ્યારે ફરી મેહઝબીનના ઘરે ફોન કરવામાં આવ્યો ત્યારે અન્ય કોઈ મહિલાએ ફોન ઉઠાવ્યો અને અહીં કોઈ મેહઝબીન નથી તેવું કહ્યું.
રીપોર્ટરે ફરી એકવખત ફોન કર્યો અને પૂછ્યું કે દાઉદ ભાઈજાન છે મારે તેમની સાથે વાત કરવી છે. સામેથી અન્ય મહિલાએ જવાબ આપ્યો મને ખબર નથી બેટા, તમે થોડી વાર પછી ફોન કરો. આ મહિલાએ પોતાનું નામ અનમ જણાવ્યું હતું.
ફોન કનેક્શન દાઉદની પત્નીના નામે જ છે.
તમને જણાવી દઈ કે જે નંબર પર દાઉદની પત્નીએ ફોન ઉઠાવ્યો તે નંબર મેહઝબીનના નામે છે. આ નંબર વર્ષ 2005થી કાર્યરત છે, જેનું મહિને 5000 રૂપિયા બિલ આવે છે.
તો આ ફોન કોલ અંગે પાકિસ્તાનના એનએસએ સરતાજ અઝીઝે જણાવ્યું છે કે આ અંગે ભારતે અમને હજી સુધી કાંઈ જણાવ્યું નથી. અમે કાંઈ ન કહી શકીએ.












Click it and Unblock the Notifications
