દિવસની મુખ્ય ઘટનાઓ જુઓ તસવીરોમાં
સોમવાર 19 નવેમ્બર, 2012ના રોજ ભારતના પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની 95મી જન્મજયંતિ પ્રસંગે નવી દિલ્હીમાં આવેલી તેમની સમાધિ શક્તિ ઘાટ ખાતે સવારે શ્રધ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં અગ્રણી રાજકીય નેતાઓએ હાજરી આપી હતી.
રાજ્ય સ્તરે આજે ગુજરાતના યુવા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં નોંધાવેલા અણનમ 206 અને 46 રન માટે મેન ઑફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દિવસ દરમિયાનની રાજ્ય, દેશ અને વિદેશની અગત્યની ઘટનાઓને જુઓ તસવીરોમાં...

ચેતેશ્વર પૂજારા મેન ઑફ ધ મેચ
અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ માટે મેન ઑફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઇઝરાઇલ એમ્બેસીની બહાર વિરોધ
નવી દિલ્હીમાં આવેલી ઇઝરાઇલ એમ્બેસીની બહાર વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓએ ઇઝરાઇલ દ્વારા ગાઝા પર કરવામાં આવી રહેલા હવાઇ હૂમલાઓના વિરોધમાં દેખાવો યોજ્યા હતા.

સ્વર્ગસ્ત બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે
મુંબઇના દાદર વિસ્તારમાં આવેલા શિવાજી પાર્ક ખાતે પિતા બાલા સાહેબ ઠાકરેની અસ્થિઓને વિસર્જન માટે તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે ઘડામાં ભરી હતી.

દિલ્હીની ઇમારતમાં આગ
નવી દિલ્હીમાં આવેલા કનોટ પ્લેસ વિસ્તારમાં આવેલા 12 માળની હિમાલય બિલ્ડિંગમાં ભારે આગ લાગતા ફાયર ફાઇટર્સની ગાડીઓ આવી પહોંચી હતી અને તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્દિરા ગાંધીની 95મી જન્મ જયંતિ
નવી દિલ્હીમાં આવેલા ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 95મી જન્મ જયંતિ પ્રસંગે તેમના સમાધિ શક્તિ સ્થળ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઓબામા મ્યાનમારમાં
મ્યાનમારના યાંગોન ખાતે આવેલા મ્યાનમારના લોકશાહી ચળવળકાર આંગ સાન સૂ કી (વચ્ચે)ને ભેટતાં અમેરિકાના સેક્રેટરી હિલેરી રોધમ ક્લિન્ટન (ડાબે)ને જોઇ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા(જમણે).












Click it and Unblock the Notifications
