મહારાષ્ટ્રઃ રાજ્યપાલ સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠક મોકૂફ

શનિવારે સાંજે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતા શનિવારે સાંજે 4.30 વાગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠકને મોકૂફ રાખવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ સરકાર રચવા દરમિયાન શનિવારે સાંજે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતા શનિવારે સાંજે 4.30 વાગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠકને મોકૂફ રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવા ગઠબંધનના સંયુક્ત એકમને હવે રાજ્યપાલે રવિવારે મળવા માટે બોલાવ્યા છે. ત્રણે દળોના નેતા રાજ્યમાં ખેડૂતોની સમસ્યા અને પ્રશાસનિક મુશ્કેલીઓ વિશે રાજ્યપાલ પાસે જવાના હતા.

cong-ncp

આ પહેલા શિવસેનાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે નવા રાજકીય સમીકરણથી ઘણા લોકોના પેટમાં દુઃખી રહ્યુ છે. આ સાથે જ શિવસેનાએ આરોપ લગાવ્યો કે સરકાર રચનાથી પાછી હટ્યા બાદ ભાજપ રાષ્ટ્રપતિ શાસનની આડમાં ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના નિવેદન પર પલટવાર કરીને કહ્યુ કે જેમણે પહેલા રાજ્યપાલને કહ્યુ કે તેમની પાસે સંખ્યાબળનથી અને હવે સરકારની રચના કરવાનો દાવો કેવી રીતે કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X