For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં રેપ કરનારને મળશે મોતની સજા, ઉદ્ધવ સરકારે 'શક્તિ કાયદા'ને આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો સામે જધન્ય ગુના પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કડક કાયદાને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો સામે જધન્ય ગુના પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કડક કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યમાં બળાત્કાર જેવા જધન્ય ગુના કરનારને મોતની સજા આપવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે બુધવારે એક ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી જેમાં ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ છે જેમાં મૃત્યુદંડ, આજીવન જેલ અને ગુનેગારો માટે દંડ અને ત્વરિત સુનાવણી પણ શામેલ છે.

આ નવા કાયદામાં કરવામાં આવી છે આ જોગવાઈ

આ નવા કાયદામાં કરવામાં આવી છે આ જોગવાઈ

મુંબઈમાં 14 ડિસેમ્બરથી ધારાસભ્યોનુ બે દિવસીય શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. ગૃહમંત્રી દેશમુખે કહ્યુ કે બિલને 'શક્તિ અધિનિયમ' કહેવામાં આવશે, જે બિલ બંને ગૃહોમાં ચર્ચા અને મંજૂરી માટે આવશે. દેશમુખે કહ્યુ કે મહિલાઓ સાથે સંબંધિત જધન્ય ગુનો કરનાર માટે 15 દિવસની અંદર કેસની તપાસ પૂરી કરવા અને 30 દિવસની અંદર કેસ ચલાવવાની જોગવાઈ છે. તેમણે કહ્યુ કે હાઉસની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી અને રાષ્ટ્રપતિના આશ્વાસન માટે મોકલવામાં આવશે. નવા કાયદાની જોગવાઈને ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો સામેના જધન્ય યૌન ગુનાઓને નિયંત્રિત કરવાનો છે.

ગુનેગારોને આપવામાં આવશે આ સજા

ગુનેગારોને આપવામાં આવશે આ સજા

દેશમુખે કહ્યુ કે આ નક્કી સમય-સીમા અને કડક સજાની અંદર તપાસ અને કેસ પૂરો કરવા માટે છે જેમાં મોતની સજા અને ભારે દંડ પણ શામેલ છે. ડ્રાફ્ટ બિલ અનુસાર મહિલાઓ અને બાળકો સામે કેસની તપાસ અને પરીક્ષણ માટે વિશેષ પોલિસ દળ અને અલગ અલગ અદાલતો સ્થાપિત કરવામાં આવશે. ગુનેગારોને જો દોષી જણાયા તો તેમને દસ વર્ષથી નાની ઉંમર માટે આજીવન જેલની સજા આપવામાં આવશે પરંતુ બાકી પ્રાકૃતિક જીવન કે મૃત્યુના કેસમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. જે ગુનામાં જધન્ય હોવાના લક્ષણ છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, પ્લાસ્ટિક સર્જરી અને ચહેરાના પુનનિર્માણ માટે એસિડ એટેક પીડિતાને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે અને દોષી પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.

કેસ નોંધાયાના 15 દિવસની અંદર તપાસ પૂરી કરવામાં આવશે

કેસ નોંધાયાના 15 દિવસની અંદર તપાસ પૂરી કરવામાં આવશે

ગુનો નોંધાયાની તારીખથી 15 કામકાજી દિવસોની અંદર તપાસ પૂરી કરવામાં આવશે. આમ ન કરવાના કારણ સંબંધિત તપાસકર્તા દ્વારા લેખિત રીતે નોંધવામાં આવશે અને આમાં ગુનેગારોની ઓળખ કરવામાં અસમર્થતા શામેલ થઈ શકે છે. પછી તપાસ સમયને સાત કામકાજી દિવસો સુધી વધારવામાં આવશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ડ્રાફ્ટ બિલ અનુસાર પરીક્ષણ દિન-પ્રતિદિનના આધારે આયોજિત કરવામાં આવશે અને 30 કામકાજી દિવસોના સમયની અંદર પૂરુ કરવામાં આવશે. અમુક કેસોમાં પીડિતો અને સાક્ષીઓના પુરાવાના રેકોર્ડિંગની કોશિશ કરવામાં આવશે.

વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્લીમાં ક્યારે થશે વરસાદ, જાણો તારીખવધતા પ્રદૂષણ વચ્ચે દિલ્લીમાં ક્યારે થશે વરસાદ, જાણો તારીખ

English summary
Death penalty for rapist in Maharashtra, Uddhav government approves 'Shakti Act'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X