
સગીરાનો રેપ કરનાર નરાધમને કોર્ટે ફટકારી મોતની સજા
બાળકીઓ અને મહિલાઓ પર થતા અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. કઠુઆ ગેંગરેપ, સુરત રેપ કેસ હજુ તાજા જ છે ત્યાં મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક નરાધમે સગીરાને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. કોર્ટે પણ આવા મામલાઓમાં હવે કડક વલણ અપનાવ્યું છે. બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલામાં સ્થાનિક અદાલતે નરાધમને મોતની સજા ફટકારી છે.
માહિતી મુજબ ન્યાયાધીશ આલોક મિશ્રાની અદાલતમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. 7 ડિસેમ્બર 2017ના રોજ રબ્બૂ ઉર્ફે સર્વેશ સેન (22)એ ભાનગઢ પોલીસ સ્ટેશની હદમાં 14 વર્ષની સગીર બાળકીને પોતાની હવસની શિકાર બનાવી હતી. રેપ કર્યા બાદ બાળકીને જીવતી સળગાવી દીધી હતી. 85 ટકા જેટલું શરીર બળી ગયું હોવાથી બાળકીએ 7 દિવસ બાદ જ બાળકી મૃત્યુ પામી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી સર્વેશે આ ઘટનાના સબુતો મીટાવવા માટે બાળકીના શરિર પર ઓઈલ છાંટી તેને આગના હવાલે કરી દીધી હતી. જે બાદ સગીરાને હોસ્પિટલે ખસેડવામાં આી હતી, જ્યાં સારવાર દરમિયાન 7મા દિવસે જ બાળકી મૃત્યુ પામી હતી. ભાનગઢ પોલીસે આ મામલે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેના પર સુનાવણી બાદ 20 ઓગસ્ટ 2018ના રોજ સેશન્સ કોર્ટના જજ આલોક મિશ્રાએ આરોપી સર્વેશ મિશ્રાને દોષિત કરાર આપી ફાંસીની સજા ફટકારી છે.
2 માસમાં 4 ફાંસી
સાગર જિલ્લામાં છેલ્લા 2 માસમાં બળાત્કાર અને પોક્સો એક્ટના 6 પ્રકરણમાં મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે, જેમાંથી 4 મામલામાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જ્યારે એક કેસમાં 4 આરોપીઓને આજીવન કારાવાસ અને એક મામલામાં 12-12 વર્ષની સશ્રમ કારાવાસની સજા ફટકારવામાં આવી છે.