• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No Confidence Motion: એક વર્ષની અંદર 1 કરોડ કરતા પણ વધારે લોકોને નોકરી મળી: પીએમ મોદી

By Prajapati Anuj
|

સંસદમાં અગ્નિપરીક્ષામાં મોદી સરકાર આજે ચર્ચા કરશે. આજે આવા વિરોધ વચ્ચે મોદી સરકાર સામે સૌથી મોટો પડકાર છે કે તેઓ પોતાનો બહુમત સાબિત કરે. અવિશ્વાસના પ્રસ્તાવને કારણે, રાજ્ય વિધાનસભામાં સુધારો બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો નથી. વાસ્તવમાં, આરટીઆઈ સુધારા બિલ 2018 હાઉસમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ગુરુવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. વિરોધ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે તપાસ માટે આ બિલને પ્રથમ પસંદગી સમિતિ મોકલવું જોઈએ, ત્યાર બાદ સરકારે તેને રાજ્ય સભામાં રજૂ કરી ન હતી.

monsoon session

Newest First Oldest First
10:57 PM, 20 Jul
આશા રાખું છું કે વિપક્ષ વર્ષ 2024 દરમિયાન ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે: પીએમ મોદી
10:55 PM, 20 Jul
દેશમાં એક વર્ષની અંદર 1 કરોડ કરતા પણ વધારે લોકોને નોકરી મળી. વિપક્ષ રોજગારના આંકડા અંગે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું છે: પીએમ મોદી
10:45 PM, 20 Jul
મોબ લિંચિંગ પર બોલ્યા પીએમ મોદી, હિંસા સહન કરવામાં નહીં આવે રાજ્ય સરકાર તેના પર સખત કાર્યવાહી કરે: પીએમ મોદી
10:40 PM, 20 Jul
કોંગ્રેસે વર્ષ 2009 પહેલા બેંકો ખાલી કરી. કોંગ્રેસ ફોન પર પોતાના લોકોને લોન અપાવતી કોંગ્રેસને કારણે દેશ એનપીએ જાળમાં ફસાયો: પીએમ મોદી
10:38 PM, 20 Jul
અવિશ્વાસ પ્રસ્તાવ પર હજુ વોટિંગ બાકી, વિપક્ષ સદનમાંથી વોકઆઉટ કરી શકે છે. પીએમ મોદીના ભાષણ વચ્ચે ટીડીપી સાંસદનો હંગામો
10:37 PM, 20 Jul
આંધ્રપ્રદેશની જનતાને ભરોષો આપું છું કે આંધ્રપ્રદેશના વિકાસમાં કોઈ પણ કમી નહિ આવે. આંધ્રપ્રદેશના કલ્યાણ માટે અમે કામ કરી રહ્યા છે: પીએમ મોદી
10:16 PM, 20 Jul
કોંગ્રેસનું કહેવું છે કે અમે સત્તામાં રહીશુ અને જો નહીં રહ્યા તો દેશમાં અસ્થિરતા રહેશે. દેશમાં એક ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે: પીએમ મોદી
10:15 PM, 20 Jul
આજે મારા વિશે કહેવામાં આવ્યું કે હું ચોકીદાર નહીં પરંતુ ભાગીદાર છું. અમે ચોકીદાર પણ છે અને ભાગીદાર પણ છે, પરંતુ અમે સોદાગર અને ઠેકેદાર નથી: પીએમ મોદી
10:10 PM, 20 Jul
રાફેલ પર રાહુલ ગાંધીને પીએમ મોદીનો જવાબ, ફ્રાન્સ સાથે થયેલા સોદામાં પારદર્શિતા રાખવામાં આવી છે. પુરાવા વિના તેઓ રાફેલ પર ચીસો પાડી રહ્યા છે
9:57 PM, 20 Jul
કોંગ્રેસને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર વિશ્વાસ નથી, કોંગ્રેસને આરબીઆઇ પર વિશ્વાસ નથી કોંગ્રેસ પર પોતાના પર વિશ્વાસ નથી: પીએમ મોદી
9:53 PM, 20 Jul
અમારી સરકારમાં 400 રૂપિયામાં મળી રહેલી એલઇડી બલ્બ આજે 40 રૂપિયામાં મળી રહ્યો છે. જનતા વચ્ચે 100 કરોડ એલઇડી બલ્બ વહેંચવામાં આવ્યા: પીએમ મોદી
9:50 PM, 20 Jul
ચાર વર્ષમાં કરેલા કામને કારણે આજે અહીં ઉભો છું અને અડ્યો પણ છું. છેલ્લા બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા: પીએમ મોદી
9:30 PM, 20 Jul
બધા વિચારી રહ્યા છે કે આખરે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યો છે. સંસદમાં બહુમત નહીં તેમ છતાં અવિશ્વાસ લાવવામાં આવ્યો: પીએમ મોદી
9:19 PM, 20 Jul
પીએમ મોદીએ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવાનું શરુ કર્યું
9:05 PM, 20 Jul
અમારી સરકારે જુમલા નથી આપ્યા પરંતુ જમીન લેવલ પર કામ કર્યું છે. અમારી સરકારે ગરીબોના સુધાર માટે જે કામ કર્યા છે તેને દેશ જોઈ રહ્યો છે: અનુપ્રિયા પટેલ
9:03 PM, 20 Jul
આમ આદમી પાર્ટી સંસદ ભગવંત માન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી વચન આપીને ભૂલી જવામાં માહેર છે.
6:26 PM, 20 Jul
લોકસભાની કાર્યવાહી સાંજે 7 વાગ્યા સુધી વધારવામાં આવી. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષના બોલવા માટે કોંગ્રેસ સાંસદ મલ્લીકાજુન ખડગે ઉભા થયા.
5:43 PM, 20 Jul
ભાજપે ચાર વર્ષમાં ફક્ત નહેરુ ગાંધી પરિવારને બદનામ કરવાનું જ કામ કર્યું છે. જો આટલું કામ તેમને દેશ માટે કર્યું હોત તો હાલત કંઈક અલગ જ જોવા મળતે: તારિક અનવર
5:42 PM, 20 Jul
મોબ લિંચિંગને પ્રધાનમંત્રીનું મૂંગું સમર્થન છે, જો આવું ના હોય તો આટલા બધા લોકો જીવ ગુમાવતા નહીં: તારિક અનવર
5:11 PM, 20 Jul
જે લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે વર્ષ 1984 દંગામાં સૌથી મોટી મોબ લિંચિંગ થયી હતી: રાજનાથ સિંહ
5:10 PM, 20 Jul
મોબ લિંચિંગ ઘટનાઓ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને રાજ્ય સરકારોને સખત પગલાં લેવા માટે પણ મેં કહ્યું છે: રાજનાથ સિંહ
4:42 PM, 20 Jul
હું જોઈ રહ્યો છું કે જે રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા અમારી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે પ્રત્યન કરવામાં આવી રહ્યો છે તેમનો એકબીજા પર ભરોષો નથી: રાજનાથ સિંહ
2:39 PM, 20 Jul
આપણે બધાએ આજે લોકસભામાં રાહુલ ગાંધી ઘ્વારા ફેલાવેલા આરોપો સાંભળ્યા. તેમની પાસે કોઈ જ પુરાવા નથી પરંતુ નકારાત્મક રાજનીતિ છે: સ્મૃતિ ઈરાની
2:19 PM, 20 Jul
તમારા લોકોની અંદર મારા માટે ખુબ જ નફરત છે તમે મને પપ્પુ અને બીજી પણ ગાળો આપી બોલાવી શકો છો. પરંતુ મારામાં તમારા માટે કોઈ જ નફરત નથી: રાહુલ ગાંધી
2:08 PM, 20 Jul
રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે કોઈ ગરીબ અને દલિતને મારવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિ પર હુમલો નથી પરંતુ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન પર હુમલો છે.
2:07 PM, 20 Jul
ભારતમાં લોકોને મારવામાં આવી રહ્યા છે તેમની પીટાઈ થઇ રહી છે. જયારે કેન્દ્રના મંત્રી દોષીઓને હાર પહેરાવી રહ્યા છે: રાહુલ ગાંધી
2:05 PM, 20 Jul
દેશમાં દલિત અને અલ્પસંખ્યકોને મારવામાં આવી રહ્યા છે અને પીએમ એક શબ્દ પણ નથી કહી રહ્યા: રાહુલ ગાંધી
2:05 PM, 20 Jul
રાહુલ ગાંધીએ સદનમાં કહ્યું કે ઇતિહાસમાં પહેલા એવું ક્યારેય પણ નથી થયું કે દેશ મહિલાઓની સુરક્ષા નથી કરી શક્યો. દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી.
1:42 PM, 20 Jul
રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં ભારે હંગામો, અનંત કુમારે કહ્યું કે પુરાવા નથી તો રાહુલ ગાંધી માફી માંગે.
1:42 PM, 20 Jul
સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને ટોક્યા, તથ્યો હોય તો જ આરોપ લગાવો. અનંત કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી કોઈ પણ પુરાવા વિના આરોપ લગાવી રહ્યા છે.
READ MORE

English summary
Debate on no trust today government holds back rti change bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more