For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સાંસદોને એઈમ્સમાં મફત સારવાર નહીં, ભારે વિરોધ બાદ નિર્ણય પરત લેવાયો!

ભારતની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલ એઈમ્સમાં પણ સાંસદોને આ સુવિધા આપવા માટે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટરે લોકસભા સચિવાલયને પત્ર લખ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને અનેક જગ્યઓએ મફત સુવિધાઓ મળે છે. આવી જ રીતે ભારતની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલ એઈમ્સમાં પણ સાંસદોને આ સુવિધા આપવા માટે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટરે લોકસભા સચિવાલયને પત્ર લખ્યો હતો. આ પત્ર સાથે જ વિવાદ શરૂ થયો હતો. દિલ્હી એઈમ્સના ડિરેક્ટર એમ શ્રીનિવાસે લોકસભા સચિવાલયને લખેલા પત્રમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદોને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે સારવાર આપવાની વ્યવસ્થા વિશે જણાવાયુ હતું.

AIIMS

આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યસભા અને લોકસભાના સાંસદોની સારવાર માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી છે. આ પત્ર બાદ મોટો વિવાદ વિવાદ ઉભો થયો હતો. ડોક્ટરોના કેટલાક સંગઠનોએ પણ આ સવાલો ઉઠાવ્યા હતા. હવે ડિરેક્ટર ડૉ એમ શ્રીનિવાસનો પત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચાયો છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન એટલે કે FAIMA એ રાજ્યસભા અને લોકસભાના સાંસદોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાના મુદ્દે વિરોધ જાહેર કર્યો હતો. આ અંગે, એસોસિએશને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને AIIMSના ડિરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસ દ્વારા લખેલા પત્રને તાત્કાલિક રદ પત્ર લખી માંગ કરાઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા સચિવાલયને લખેલા પત્રમાં એઈમ્સના ડિરેરેક્ટરે કહ્યું હતું કે, ઓપીડી, ઈમરજન્સી અને પ્રવેશ માટેની ત્રણેય શરતોમાં સાંસદને અલગ વ્યવસ્થા હશે. આ માટે એઈમ્સ પ્રશાસને ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનાર અધિકારીની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજ પરના અધિકારીની જવાબદારી ભરતી કરાયેલા સાંસદોને સમયસર દવાઓ વગેરે પૂરી પાડવાની રહેશે. આ ઉપરાંત સારવાર દરમિયાન સાંસદોની સુવિધા માટે લેન્ડલાઈન નંબર પણ ઈશ્યુ કરવા જણાવાયું હતું.

આ પત્ર બાદ FAIMA સહિતના સંગઠનોએ વિરોધ દર્શાવી કહ્યું હતુ કે, આનાથી સારવારમાં અસમાનતા આવશે, જેને કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં. આ સિવાય FAIMAએ એમ પણ કહ્યું હતું કે એક તરફ દેશ VIP કલ્ચર સામે લડી રહ્યો છે. ત્યારે બીજી તરફ આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ભેદભાવની નીતિ ડોકટરો દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

English summary
Decision of free treatment to MPs in AIIMS withdrawn!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X