For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 જાન્યુઆરીની હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ

દિલ્લી પોલિસે 26 જાન્યુઆરીની હિંસાનe મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Deep Sidhu arrested: 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન જે રીતે દિલ્લીના લાલ કિલ્લા સહિત અલગ અલગ જગ્યાએ હિંસા થઈ હતી ત્યારબાદ દિલ્લી પોલિસ આ હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુને શોધી રહી હતી. હવે છેવટે દિલ્લી પોલિસે દીપ સિદ્ધુની ધરપકડ કરી લીધી છે. દિલ્લી પોલિસે દીપ સિદ્ધુ સહિત ઘણા અન્ય આરોપીઓ પર એક લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ હતુ. 26 જાન્યુઆરીએ થયેલી હિંસાની તપાસ માટે દિલ્લી પોલિસના સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી હતી અને તે આ કેસમાં તપાસ કરી રહી છે.

deepsidhu

પોલિસે 1 લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ હતુ

તમને જણાવી દઈએ કે દિલ્લી પોલિસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ, ગુરજંત સિંહ પર એક લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ હતુ અને તેમને શોધવામાં મદદ કરનારને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બૂટા સિંહ, સુખદેવ સિંહ, જજબીર સિંહ અને ઈકબાલ સિંહ પર પણ દિલ્લી પોલિસે 50-50 હજાર રૂપિયાના ઈનામની ઘોષણા કરી હતી. દીપ સિદ્ધુ 26 જાન્યુઆરીની હિંસા બાદથી ગાયબ હતો. જોકે તે ફેસબુક પર વીડિયાના માધ્યથી ખુદને નિર્દોષ ગણાવતો રહ્યો હતો પરંતુ છેવટે તે પોલિસની પકડમાં આવી ગયો છે.

લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો ધાર્મિક ઝંડો

તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન હજારો પ્રદર્શનકારી ખેડૂતોની પોલિસ સાથ ટક્કર થઈ હતી. આ દરમિયાન થયેલી હિંસામાં ડઝનેક પોલિસકર્મી ઘાયલ થયા હતા. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને દિલ્લી પહોંચ્યા હતા અને કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને તેમણે અહીં નિશાન સાહિબનો ઝંડો ફરકાવ્યો હતો. આરોપ છે કે દીપ સિદ્ધુએ જ આ લોકોને લાલ કિલ્લા સુધી જવા માટે અને અહીં ઝંડો ફરકાવવા માટે ઉકસાવ્યા હતા.

ખેડૂત નેતાઓને આપી હતી ચેતવણી

ઉલ્લેખનીય છે કે જે રીતે 26 જાન્યુઆરીની હિંસા બાદ દીપ સિદ્ધુ પર હિંસાને ભડકાવવાના આરોપ લાગ્યા હતા તે બાદ ફેસબુક પર વીડિયો દ્વારા દીપ સિદ્ધુએ પોતાનો પક્ષ રાખ્યો હતો. સાથે જ દીપે ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. ખુદને ગદ્દાર કહેવાથી નારાજ દીપ સિદ્ધુએ ખેડૂત નેતાઓને ધમકી આપી હતી કે જો મે મારુ મોઢુ ખોલ્યુ અને ખેડૂત આંદોલનની અંદરની વાતો ખોલવાની શરૂ કરી તો આ નેતાઓને ભાગવાની જગ્યા નહિ મળે. તેણે કહ્યુ કે મારી વાતોને ડાયલૉગ ના સમજો, મારી પાસે દરેક વાતનો તર્ક છે માટે તમે લોકો પોતાની માનસિકતા બદલો.

આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે રાહુલ ગાંધીઆજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલશે રાહુલ ગાંધી

English summary
Deep Sidhu arrested: Delhi Police special cell arrested the accused in 26 January violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X