For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા પ્રવાસ પૂરો કરી ઈરાન માટે રાજનાથ સિંહ રવાના, સંરક્ષણ મંત્રી અમીર હાતમી સાથે કરશે બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાનો પોતાનો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો કર્યા બાદ શનિવારે ઈરાન પહોંચી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાનો પોતાનો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો કર્યા બાદ શનિવારે ઈરાન પહોંચી રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યુ છે કે તે મૉસ્કોથી તહેરાન રવાના થઈ રહ્યા છે. ત્યાં તે પોતાના ઈરાની સમકક્ષ બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે બેઠક કરશે. રાજનાથ સિંહ શંઘાઈ સંગઠન સહયોગની બેઠકમાં ભાગ લેવા માટે ત્રણ દિવસથી રશિયામાં હતા.

દ્વિપક્ષીય રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચર્ચા

દ્વિપક્ષીય રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચર્ચા

શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં કુલ આઠ દેશ છે જેમાંથી રશિયા, ભારત, પાકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન શામેલ છે. રાજનાથ સિંહે શનિવારે મૉસ્કોમાં ઉઝબેકિસ્તન, કઝાકિસ્તાન અને તઝાકિસ્તાનના પોતાના સમકક્ષો સાથે મુલાકત કરી. આ દરમિયાન તેમણે મધ્ય એશિયાના આ મુખ્ય દેશો સાથે દ્વિપક્ષીય રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.

રાજનાથે ચીની સંરક્ષણ મંત્રીને સ્પષ્ટ સંદેશ આપ્યો

રાજનાથે ચીની સંરક્ષણ મંત્રીને સ્પષ્ટ સંદેશ આપ્યો

રાજનાથ સિંહે શુક્રવારે પૂર્વ લદ્દાખમાં ચીન સાથે તણાવ ઘટાવવા માટે શુક્રવારે પોતાના ચીની સમકક્ષ જનરલ વેઈ ફેંગ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં રાજનાથે ચીની સંરક્ષણ મંત્રીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનુ સમ્માન કરે અને યથાસ્થિતિને બદલવાની એકતરફી કોશિશ ન કરે. સંરક્ષણ મંત્રીએ ચીનને સ્પષ્ટ કરી દીધુ છે કે બંને પક્ષોએ રાજનાયિક અને મિલિટ્રી ચેનલ્સ દ્વારા વાત ચાલુ રાખવી જોઈએ.

રશિયા ભારતમાં પોતાના હથિયાર બનાવવા માટે તૈયાર

રશિયા ભારતમાં પોતાના હથિયાર બનાવવા માટે તૈયાર

આ પહેલા ગુરુવારે રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશોમાં ઘણા મુદ્દાઓ પર સંમતિ બની. રશિયા ભારતમાં પોતાના હથિયાર બનાવવા માટે તૈયાર છે. સાથે જ એકે-203 ફેક્ટરી માટે પણ વાતચીત આગળ વધારી છે. બંને વચ્ચે જે સૌથી મહત્વની વાત થઈ તે પાકિસ્તાનને આર્મ સપ્લાય વિશે થઈ. ભારતે રશિયાને અપીલ કરી હતી કે તે પાકિસ્તાનને આર્મ સપ્લાય નહિ કરે. ભારતની આ અપીલને સ્વીકારને રશિયાએ એક વાર ફરીથી પાકિસ્તાનને હથિયાર સપ્લાય ન કરવાની પોતાની નીતિને પુનરાવર્તિત કરી છે.

શૌવિક અને સેમ્યુઅલ મિરાંડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મોકલ્યા NCBના રિમાન્ડ પરશૌવિક અને સેમ્યુઅલ મિરાંડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મોકલ્યા NCBના રિમાન્ડ પર

English summary
Defence minister Rajnath Singh in Tehran iran after Russia visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X