For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ચીન એકપક્ષીય રીતે બૉર્ડરની સ્થિતિ બદલવામાં લાગ્યુ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વેઈ ફેંગે સાથે થયેલી પોતાની મીટિંગ પર નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વેઈ ફેંગે સાથે થયેલી પોતાની મીટિંગ પર નિવેદન આપ્યુ છે. સંરક્ષણ મંત્રાલય તરફથી શુક્રવારે મૉસ્કોમાં થયેલી મીટિંગ પર અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ છે. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કરી દીધુ છે કે બંને પક્ષોએ રાજનાયિક અને મિલિટ્રી ચેનલ્સ દ્વારા વાતચીત ચાલુ રાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભારત અને ચીનના સંરક્ષણ મંત્રીની આ મીટિંગ પર બધાની નજર ટકેલી હતી. પાંચ મેથી પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવને ચાર મહિના પૂરા થઈ ચૂક્યા છે. રાજનાથ અને વેઈની મીટિંગ પહેલી મોટી મીટિંગ હતી જે આ ટકરાવ દરમિયાન થઈ છે.

rajnath singh

જવાબદારીથી મુદ્દાને ઉકેલવા પર જોર

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એ વાત પર જોર આપ્યુ કે ચીની સેના તરફથી આક્રમક રીતે કાર્યવાહી થઈ રહી છે. ચીન ભારે સંખ્યામાં જવાનોને તૈનાત કરી રહ્યુ છે અને બૉર્ડરની સ્થિતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. સંરક્ષણ મંત્રી તરફથી કહેવામાં આવ્યુ છે કે ચીનને પૂર્ણ રીતે ડિસએન્ગેજમેન્ટ અને ડિએસ્કલેશનને સુનિશ્ચિત કરવા માટે વાતચીત ચાલુ રાખવી પડશે. સાથે જ વહેલી તકે લાઈન ઑફ એક્ચુઅલ કંટ્રોલ(એલએસી) પર શાંતિ અને સ્થિરતા ચાલુ કરવી પડશે. તેમણે આગળ કહ્યુ કે હાલમાં જે પણ સ્થિતિ સીમા પર છે તેને જવાબદારીથી સંભાળવી પડશે. બંને પક્ષ એવી કોઈ એક્શન લેવાનુ ટાળે જેના કારણે સ્થિતિ વધુ જટિલ બને અને બૉર્ડર પર ટકરાવ વધે. સંરક્ષણ મંત્રી તરફથી ચીનને સલાહ આપવામાં આવી છે કે તે ભારત સાથે મળીને ટકરાવવાળા વિસ્તારમાં સંપૂર્ણપણે ડિસએન્ગેજમેન્ટને લાગુ કરવા માટે કામ કરે જેમાં પેંગોંગ ત્સોનો એરિયા પણ શામેલ છે. તેમણે ટકરાવવાળા વિસ્તારમાં દ્વિપક્ષીય સમજૂતીઅને પ્રોટોકૉલ્સ દ્વારા વિવાદ ઉકેલવા પર જોર આપ્યુ છે.

કોર્ટમાં હાજરી પહેલા કોરોના ટેસ્ટ માટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈને હોસ્પિટલ પહોંચી NCBકોર્ટમાં હાજરી પહેલા કોરોના ટેસ્ટ માટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈને હોસ્પિટલ પહોંચી NCB

English summary
Defence Minister Rajnath Singh says China attempts to alter the status quo of Border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X